રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે અનોખી પહેલ શરૂ કરી છે. 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે કિસાનપરા ચોકમાં ‘પ્લાસ્ટિકાય સ્વાહા 2.0’નોકાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મેયર ડો. પ્રદિપ ડવના હસ્તે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર 30 જૂન સુધી ખુલ્લુ રહેશે. આ સેન્ટરમાં સૌથી વધુ સીંગલ યુઝ પ્લાસ્ટિક જમા કરાવનારને 26 હજારનું ઇનામ આપવામાં આવશે.
કિસાનપરા ચોકમાં જનજાગૃતિ કાર્યક્રમ
કિસાનપરા ચોકમાં આ જનજાગૃતિ કાર્યક્રમ 30 જૂન સુધી ચાલનાર છે. જેમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક વ્યક્તિ કે કુટુંબ જમા કરાવી શકે છે. જે વ્યક્તિ કે કુટુંબ સૌથી વધુ પ્લાસ્ટિક આપશે તેઓને પ્રથમ રૂ. 26000, દ્વિતીયને 15000 અને તૃતિય વિજેતાને 10,000નું ઇનામ આપવામાં આવશે. સીંગલ યુઝ પ્લાસ્ટિકમાં પ્લેટ, કપ, ગ્લાસ, ઇયરબર્ડ, કેન્ડી સ્ટીક, ધ્વજ વગેરે વસ્તુઓ નાગરિકો જમા કરાવી શકે છે. આ અભિયાનમાં સામેલ થવા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અપીલ કરી છે.
લોકોને એવરનેશ માટે આ સેન્ટર ખોલ્યું: મેયર
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પ્લાસ્ટિકમુક્ત બને તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. બાળકોથી લઈને વૃદ્ધોમાં એક એવરનેશ આવે, સાથોસાથ પાતળુ પ્લાસ્ટિક છે તે વાપરવામાં ન આવે તેવી મારી અપીલ છે. લોકોના એવરનેશને લઇને વિશ્વ પર્યાવરણ દિવસથી લઇ 30 જૂન સુધી રાજકોટના લોકો પોતાના ઘરે જે પ્લાસ્ટિક યુઝ કરે છે તે તમામ પ્લાસ્ટિક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એકત્ર કરવા કિસાનપરા ચોક ખાતે પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ખોલ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.