તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:મનપાના ટીપરવાને ઝાડ નીચે સુતેલા આધેડને કચડતા ઘટનાસ્થળે જ મોત

રાજકોટએક વર્ષ પહેલા
આધેડ ઝાડ નીચે સુતા હતા અને ટીપરવાને કચડી નાખ્યા
  • સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના શાસ્ત્રીનગર મેદાન પાસે મનપાના ટીપરવાને એક આધેડને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઉનાળાનાં ભર તાપમાં આધેડ ઝાડ નીચે સુતા હતા. તે દરમિયાન વોર્ડ નંબર 7નાં ટીપરવાન ચાલકે અડફેટે લીધા હતાં. જેમાં આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને મહાનગરપાલિકાને થતાં અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ટીપરવાનનો ચાલક અને અંદર બેઠેલા વ્યક્તિઓ વચ્ચે મસ્તી-મજાક થઇ હોવાથી ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાથી આધેડનો ભોગ લેવાયાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ ત્રણની અટકાયત કરી છે. 

અન્ય સમાચારો પણ છે...