તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પહેલા જ ઉમેદવારી રદ:રાજકોટ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો, વોર્ડ નં.1 અને 4ના બે ઉમેદવારનું ફોર્મ રદ થયું, એકને સંતાનમાં 3 પુત્ર અને બીજાનું મેન્ડેટમાં નામ નહીં

રાજકોટ2 મહિનો પહેલા
વોર્ડ નં.1ના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ (ડાબી બાજુ) અને વોર્ડ નં.4ના ઉમેદવાર નારણભાઇ સાવસેતા (જમણી બાજુ)ના ફોર્મ રદ થયા
  • વોર્ડ નં.1ના ભરતભાઇ શિયાળ અને વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ
  • વોર્ડ નં. 4ના કોંગ્રેસના ડમી ઉમેદવાર રામભાઇ ઝીલરીયા હવે ચૂંટણી લડશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે આજે રાજકોટ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. વોર્ડ નં.1ના ભરતભાઇ શિયાળ અને વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ફોર્મની તપાસમાં જાણવા મળ્યું છે કે, વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાને 3 પુત્ર હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. જ્યારે ભરતભાઈ શિયાળને મેન્ડેટ જ મળતા તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે વોર્ડ નં.4માં નારણભાઇ સાવસેતાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રામભાઇ ઝીલરીયા ચૂંટણી લડશે. જ્યારે આ મુદ્દે DivyaBhaskarએ ભરતભાઇને ફોર્મ રદ થવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે નો કમેન્ટસ કહીને ચાલતી પકડી હતી.બાદમાં મેન્ડેટ રજૂ કર્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે. પરંતુ ચૂંટણી પંચે ફોર્મ જ રદ કર્યુ છે.

વોર્ડ નં.1ના ઉમેદવાર ભરતભાઇ શિયાળને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મીડિયાથી દૂર લઇ ગયા.
વોર્ડ નં.1ના ઉમેદવાર ભરતભાઇ શિયાળને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મીડિયાથી દૂર લઇ ગયા.

ભાજપ અધિકારીઓના વિરોધના કારણે અધિકારીઓએ છેલ્લી ઘડીએ ફોર્મ ન સ્વીકાર્યા - ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોર્મ રદ થવાના પગલે બન્ને પક્ષના ટેકેદારો અને આગેવાનોએ પોતાના પ્રતિભાવો રજૂ કરવાનું શરુ કરી દીધું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપના અધિકારીઓ પર દબાણ હતું કે કોઈ પણ ભોગે અમારા ઉમેદવારોના ફોર્મ રદ કરવા તથા ખુદ અધિકારીઓનો જ મજબૂત વિરોધ હતો. જેને કારણે છેલ્લી ઘડીએ ફોર્મ જ સ્વીકાર્યા નથી.

ભરતભાઈ શિયાળે મીડિયાને કહ્યું-નો કમેન્ટસ્
ભરતભાઈ શિયાળે મીડિયાને કહ્યું-નો કમેન્ટસ્

કોંગ્રેસે ભરત શિયાળને મેન્ડેટ જ નથી આપ્યું- ઉદય કાનગડ
કોંગી આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગ્રુરુના નિવેદનનો પ્રત્યુત્તર આપતા ભાજપના આગેવાન ઉદય કાનગડે આ મુદ્દે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જ સંકલનનો અભાવ છે, આમા ભાજપ શું કરે! ખુદ કોંગ્રેસે જ ભરત શિયાળને મેન્ડેડ જ નથી આપ્યું. અને હવે ભાજપ પર આરોપ મૂકીને કોંગ્રેસ પોતાનો ઢાંક પીછોડો કરે છે. ફોર્મ રદ થયું તે ભરતભાઈ જતા હતા ત્યારે લોકોએ કહ્યું કે કોંગ્રેસનો ખેસ કાઢી ભાજપનો પહેરી લ્યો.

વોર્ડ નં. 1, 2 અને 3ના તમામ ઉમેદવારોના મેન્ડેટ આપેલા હોવાનો પત્ર આપ્યો-ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
કોંગ્રેસના વોર્ડ નં.1ના ઉમેદવારનું ફોર્મ રદ થવા અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ પાસે ચૂંટણી અધિકારીનો સહી તેમજ સિક્કાવાળો પત્ર છે. આ પત્રમાં ચૂંટણી અધિકારીએ વોર્ડ નં. 1, 2 અને 3ના તમામ ઉમેદવારોના મેન્ડેટ આપેલા હોવાનો પત્ર આપ્યો છે. 6 તારીખના રોજ મેન્ડેટ આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. જ્યારે ફોર્મ ચકાસણી સમયે મેન્ડેટ ન હોવાનું ખુલ્યું હતું. ક અને ખ વિવાદમાં ભાજપનો વાંધો ચૂંટણી અધિકારીએ ફગાવ્યો છે. વોર્ડ નંબર 1ના ત્રણ વોર્ડ નંબર, 2ના ચાર અને વોર્ડ નંબર 3ના ચારેય ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. માત્ર વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરત શિયાળનું ફોર્મ અમાન્ય રહ્યું છે. મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં ઉમેદવારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. સવારે ચૂંટણી અધિકારીએ અમને જણાવ્યું હતું કે, મેન્ડેટ આપ્યું જ નથી તો પછી કોરું મેન્ડેટ ચૂંટણી અધિકારી પાસે આવ્યું ક્યાંથી? ભાજપની દાદાગીરી સામે ઝુકવા તૈયાર નથી. પોલીસ અને તંત્રએ લોકશાહી મુજબ કામ કરે તેવી અપીલ છે.

કોંગ્રેસે ભરતભાઈ શિયાળનું મેન્ડેટ રજૂ કર્યુ તેની તસવીર.
કોંગ્રેસે ભરતભાઈ શિયાળનું મેન્ડેટ રજૂ કર્યુ તેની તસવીર.

સંતાનમાં ત્રણ પુત્ર હોવાથી મારૂ ફોર્મ રદ થયું-નારણભાઇ સાવસેતા
વોર્ડ નં. 4ના કોંગ્રેસના ઉમેદવાર નારણભાઇ સાવસેતાનું ફોર્મ રદ થતા તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે 3 સંતાન હોવાથી ફોર્મ રદ થયું છે. ડમી ઉમેદવાર રામભાઇ આહીરનું ફોર્મ માન્ય રહ્યું છે. અમે પુરા જોશથી ચૂંટણી લડીશું અને વોર્ડ નં.4માં અમારા ચારેય ઉમેદવારો જીતશે.

ભાજપના આગેવાન ઉદય કાનગડ.
ભાજપના આગેવાન ઉદય કાનગડ.

વોર્ડ નં.10માં ભાજપે મેન્ડેટમાં એકથી વધુ સહીનો વાંધો ઉઠાવ્યો
વોર્ડ નં.10માં ભાજપે મેન્ડેટમાં એકથી વધુ સહીનો વાંધો ઉઠાવ્યો હતો. ચૂંટણી અધિકારીએ સુનાવણી કરી આ મુદ્દાને ગ્રાહ્ય ન રાખતા કોંગ્રેસના મનસુખ કાલરીયા, અભિષેક તાળા, જયશ્રીબેન મહેત સહિત ચારેય ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે.

ભરતભાઇએ ફોર્મ રદ થતા જ ચાલતી પકડી હતી.
ભરતભાઇએ ફોર્મ રદ થતા જ ચાલતી પકડી હતી.

વોર્ડ નં.1ના કોંગ્રેસના પ્રમુખ હર્ષાબા જાડેજાએ રાજીનામું આપ્યું
રાજકોટ વોર્ડ નં.1ના કોંગ્રેસના પ્રમુખ હર્ષાબા જાડેજાએ કાર્યકરો સાથે રાજીનામું આપ્યું છે. વર્ષોથી પાર્ટી માટે અનેક કામો કરવા છતાં ટિકિટ મહીં મળતા રાજીનામું આપ્યું છે. લોકડાઉનમાં ગામડેથી 50 મણ ઘઉં મગાવી વિતરણ કર્યું હોવાનો દાવો કરી રહ્યાં છે. આગામી સમયમાં ભાજપમાં જોડાવા અંગે નિર્ણય લેશે.

વોર્ડ નં.1ના કોંગ્રેસના પ્રમુખ હર્ષાબા જાડેજાએ કાર્યકરો સાથે રાજીનામું આપ્યું
વોર્ડ નં.1ના કોંગ્રેસના પ્રમુખ હર્ષાબા જાડેજાએ કાર્યકરો સાથે રાજીનામું આપ્યું

અવગણનાને કારણે રાજકોટ જિલ્લા વિધાનસભા 71ના કોંગ્રેસના યુવા પ્રમુખનું રાજીનામું
કોંગ્રેસ અને ભાજપ કોંગ્રેસના નારાજ કાર્યકરોએ રાજીનામાં આપીને પોતાનો પક્ષ પ્રત્યેનો અસંતોષ રજુ કર્યો છે, હજુ ગઈકાલે યુવા કાર્યકર આદિત્યસિંહ ગોહિલે કોંગ્રેસમાં પોતાની અવગણના થતી હોવાના મંતવ્યને જાહેર કરીને રાજીનામું આપ્યું હતું ત્યાં આજે રાજકોટ જિલ્લા વિધાનસભા 71ના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે,

વોર્ડ નં. 5માં 31માંથી 15 ફોર્મ માન્ય રહ્યાં
ભાજપ-4
કોંગ્રેસ- 4
આપ- 4
NCP- 1
અપક્ષ- 2

વોર્ડ નં. 6માંથી 32 ફોર્મમાંથી 15 ફોર્મ માન્ય રહ્યાં
ભાજપ- 4
કોંગ્રેસ- 4
આપ- 4
NCP- 2
અપક્ષ- 1

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો