બેઠક:રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક, 19 કરોડના કામને મંજૂરી, 51 દરખાસ્તમાં 1 રદ 8 સામે કોંગ્રેસનો વિરોધ, સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર મેળવવા મનપાએ 9.70 લાખની સલાહ લીધી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મનપા કચેરીમાં ચાલુ ટર્મની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક મળી - Divya Bhaskar
રાજકોટ મનપા કચેરીમાં ચાલુ ટર્મની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક મળી
  • પેવર બ્લોક, પાંચ નવા ભળેલા ગામને 475 રૂપિયા લેખે ટેન્કર ફાળવવાની દરખાસ્તનો પણ વિરોધ કરવામાં આવ્યો

રાજકોટ મનપાની ચાલુ ટર્મની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 19 કરોડ 91 લાખ 53 હજાર 968 રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. 51 દરખાસ્ત પૈકી એક દરખાસ્ત રદ કરવામાં આવી છે. જ્યારે 3 અરજન્ટ દરખાસ્ત કરવામાં આવી છે. 8 દરખાસ્ત સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક બાદ હવે વહીવટદારની નિમણૂંક કરવામાં આવશે. સ્વચ્છ સર્વેક્ષણમાં નંબર મેળવવા મનપાએ 9.70 લાખની સલાહ લીધી તેનો પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

મીરા ઉદ્યોગનગરમાં સીસી રોડ બનાવવાની દરખાસ્ત રદ કરાઈ
શહેરના મીરા ઉદ્યોગનગરમાં સીસી રોડ બનાવવાની દરખાસ્ત રદ કરવામાં આવી છે. કારણ કે ડી.આઈ. પાઈપલાઈનનું કામ બાકી છે. આથી આ દરખાસ્ત રદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દરેક કામમાં કોર્પોરેશનને કન્સલટન્સીની નિમણૂંક કરી 9.70 લાખ રૂપિયાનો વ્યય કર્યો છે. પેવર બ્લોક, પાંચ નવા ભળેલા ગામને 475 રૂપિયા લેખે ટેન્કર ફાળવવાની દરખાસ્તનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. રેસકોર્ષમાં સાયન્સ ભવન, પ્લેટનેટોરિયમનું રિનોવેશન, પેવિંગ બ્લોક, ભૂગર્ભ ગટર, ફુલ બજાર, નવુ આરોગ્ય કેન્દ્ર સહિતની દરખાસ્ત અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મનપા દ્વારા એક અનુભવી કન્સલટન્ટ રાખવામાં આવ્યો
સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવા મનપાનો ખર્ચ મનપા દ્વારા લેવા 9.70 લાખની સલાહ લીધી હતી. મનપા દ્વારા એક અનુભવી કન્સલટન્ટ રાખવામાં આવ્યો હતો. ત્રણ મહિનાથી સલાહ આપવાનો ખર્ચ 9.70 લાખ થયો છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં.4ના જુદા જુદા વિસ્તારોમાં પીવાનુ પાણી વિતરણ કરવા માટે ડી.આઈ. પાઈપલાઈન નાખવા માટે ત્રણ દરખાસ્ત મુકવામાં આવી હતી.. જેમાં ક્રિષ્ના સોસાયટી પાસે ટી.પી.ના રોડ પર 200, 300 અને 150 મી.મી. ડાયામીટરની ડી.આઈ. પાઈપલાઈન નાખવા, માલીયાસણ ઓવરબ્રિજ પાસેના વિસ્તારમાં ડી.આઈ પાઈપ નાખવા, ગણેશ પાર્ક પાસે ડી.આઈ. પાઈપલાઈન નાખવા દરખાસ્ત મુકાય છે.

અન્ય સમાચારો પણ છે...