• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Municipal Corporation Will Organize A Comedy Convention Of Poets Including Ashakaran Atal, Kuldeep Rangeela For The Citizens In Celebration Of Holi.

હાસ્ય કવિ સંમેલન:રાજકોટ મનપા દ્વારા હોળીની ઉજવણી રૂપે શહેરીજનો માટે આશકરણ અટલ, કુલદીપ રંગીલા સહિતના કવિઓનું હાસ્ય સંમેલન યોજાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 16 માર્ચના રોજ કવિ રમેશ પારેખ, રંગ દર્શન રેસકોર્ષ ખાતે, રાત્રે 8:30 કલાકે “હોલી કે રંગ, રાજકોટ કે સંગ” કાર્યક્રમનું આયોજન થશે: મ્યુનિ. કમિશનર

રાજકોટમાં મનપા દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી, લોક ડાયરાનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મનપા દ્વારા હોળીની ઉજવણી રૂપે શહેરીજનો માટે આશકરણ અટલ,કુલદીપ રંગીલા સહિતના હાસ્ય કવિઓનું સંમેલન યોજાશે.

હોલી કે રંગ, રાજકોટ કે સંગ
આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીને કારણે કોઈ કાર્યક્રમોનું આયોજન થઈ શકેલ નહિં. હાલમાં, કોરોનાની સ્થિતિ સાવ સામાન્ય બની જતા આગામી તા.16/03/2022ના રોજ હોળી અને ધુળેટી પર્વના ભાગ રૂપે કવિ રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્ષ ખાતે રાત્રે 8:30 કલાકે “હોલી કે રંગ, રાજકોટ કે સંગ” રંગારંગ હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાશે.

આ કવિઓ નાગરિકોને હાસ્યથી ઓળઘોળ કરશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનોરંજન પૂરું પાડવાના ઉમદા હેતુથી હાસ્ય કવિ સંમેલનમાં દેશના ખ્યાતનામ કવિ આશકરણ અટલ, હાસ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર કુલદીપ રંગીલા (દેવાસ-હાસ્યનો બોમ), સરદાર વાહેગુરૂ ભાટિયા(લાફ્ટર ચેમ્પિયન), અજાતશત્રુ (ઉદયપુર-મંચ સંચાલન), સુમિત્રા સરલ(ગીતો કા ઝરણાં) દ્વારા ધુળેટીના રંગોની જેમ હાસ્યના સપ્તરંગોથી નાગરિકોને ઓળઘોળ કરવામાં આવશે.