રાજકોટ આજે મ્યુનિ. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે યોજાઇ હતી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, આજની બેઠકમાં 45 દરખાસ્તોના વિવિધ 77 કરોડના કામોને મંજુરીને આપવામાં આવી છે.
6 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ
નોંધનીય છે કે શહેરમાંથી રોજ નિકાલ થતાં હજારો કિલો જુના કચરાના ઢગલા નાકરાવાડી સાઇડ પર પડેલા છે. હવે પર્યાવરણ અને જાહેરહિતમાં આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સુપ્રીમ કોર્ટ અને ગ્રીન ટ્રીબ્યુનલ ચુકાદા આપ્યા હોય અંતે મનપાએ 6 લાખ મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવાનો કોન્ટ્રાકોટ 29.38 કરોડના ખર્ચે આપવા નિર્ણય કર્યો છે. પ્રતિ મેટ્રીક ટન રૂા.323 લેખે બે એજન્સીઓને આ કામ આપવામાં આવ્યું છે.
14.57કરોડના ખર્ચે રસ્તાઓ મઢાશે
શહેરના વોર્ડ નં. 7ના મોટી ટાંકી ચોકથી જિલ્લા પંચાયત ચોક, ગોંડલ રોડ પર મક્કમ ચોકથી આનંદ બંગલા ચોક સુધી ઢેબર રોડ, ફુલછાબ ચોકથી જયુબેલી તથા જયુબેલીથી રૈયા નાકા ટાવર તથા રાજકુમાર કોલેજ રોડ રૂા.2.52 કરોડના ખર્ચે રી-કાર્પેટ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.2માં આવેલ કસ્તુરબા રોડ અને રૂડા કચેરીથી પોલીસ કમિશનર બંગલા સુધીના રસ્તામાં 1.27 કરોડના ખર્ચે ડામર રી-કાર્પેટ કરવામાં આવશે. જ્યારે વોર્ડ નં.11માં ગોલ્ડ આર્ક ફેલેટવાળો 18મીટર ટી.પી. રોડ 3.54કરોડના ખર્ચે તથા સ્પીડવેલથી જેટકો ચોકડીને જોડતા ૨૪ મીટર ટી.પી. રોડને 7.23 કરોડના ખર્ચે ડેવલોપ કરાશે.
91.31લાખનાખર્ચે પેવીંગ બ્લોક
વોર્ડ નં.8માં પર્ણકુટી સોસાયટીમાં 16.32 લાખના ખર્ચે, વોર્ડ નં.6માં કનકનગર પાસે આવેલ બગીચા ફરતે 14.40 લાખના ખર્ચે, વોર્ડ નં.5માં રણછોડનગરની શેરીઓમાંથી તથા આસપાસના વિસ્તારની શેરીઓમાં 20.88 લાખના ખર્ચે તથા વોર્ડ નં.12માં શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર સહિતના વિસ્તારોમાં 39.70 લાખના ખર્ચ સહિત કુલ 91.31લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવામાં આવશે.
45 દરખાસ્તો અંગે નિર્ણય કરાયો
આ ઉપરાંત વોર્ડ નં.1માં 12 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવા, વોર્ડ નં. 10માં 89.96 લાખના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન નાખવા, વોર્ડ નં.11માં રંગોલી આવાસ તથા નવા રીંગ રોડ આવાસના ખર્ચે 97.28લાખના ખર્ચે ટ્રોમ વોટર પાઇપલાઇન નાખવા, વોર્ડ નં.4માં 17.66 લાખના ખર્ચે પ્રાઇવેટાઇઝેશનથી ભુર્ગભ ગટર નિકાલ કરવા તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોઠારીયા ખાતેના નવા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન માટે 22.89 કરોડના ખર્ચે મશીનરી ઇકવીપમેન્ટસ તથા વાહનો ખરીદ કરવા સહિતની 45 દરખાસ્તો અંગે નિર્ણય કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.