તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન:રાજકોટ મનપાએ વોર્ડ વાઈઝ વેક્સિન વિતરણ માટેની તૈયારી શરૂ કરી, 8500નું લિસ્ટ તૈયાર, વેક્સિન માટે કો-વિન એપ બનાવાઈ, તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના

રાજકોટ4 મહિનો પહેલા
  • ડોર ટુ ડોર વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે
  • કોરોના સામે યુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને અગ્રતા

રાજકોટમાં કોરોના વેક્સિનના વિતરણ માટે રાજકોટ મનપાએ વોર્ડ વાઈઝ વેક્સિન વિતરણ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી સપ્તાહમાં કોરોના વેક્સિન મામલે આરોગ્ય અધિકારી સાથે મિટિંગનું આયોજન વોર્ડ વાઈઝ પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવશે. ઝોન વાઈઝ તેમજ વોર્ડ વાઈઝ મનપાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના તમામ ડોક્ટર્સ અને હેલ્થ વર્કરની યાદી તૈયાર કરવાનું શરૂ કરવામાં આવી છે. ડોર ટુ ડોર વેક્સિન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહત્વનું છે કે પ્રથમ ડોઝ 50 વર્ષ ઉપરના લોકોને આપવામાં આવશે. જેમાં 8500 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. વેક્સિન માટે કો-વિન એપ બનાવાઈ છે.

જિલ્લા કલેકટરના આદેશ બાદ રસીકરણ માટેની તૈયારીઓ શરૂ- અધિક કલેક્ટર
રાજકોટ અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસની રસીની તૈયારી નિહાળવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારે કોરોના વાયરસના રસીની આગમનની તૈયારીઓ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ રસીકરણ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રસીકરણ માટે એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જેમાં 8500 જેટલા કર્મચારીઓનું લિસ્ટ બનાવાવમાં આવ્યું છે. કોરોનાની રસી આવ્યા બાદ સૌપ્રથમ તે રસી તબીબો, હેલ્થ વર્કર તેમજ આંગણવાડી સાથે સંકળાયેલી બહેનોને આપવામાં આવશે. આ મામલે તાલુકા કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના પણ કરી દેવામાં આવી છે.

વેક્સિન માટે કો-વિન એપ બનાવવામાં આવી
પરિમલ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, વહેલી તકે રસીકરણ અને તેને સંલગ્ન કામગીરી માટે વધુમાં વધુ લોકોને જોડીને ટીમ બનાવવા સૂચના આપવામાં આવી છે. આ ફોર્સની કામગીરી વેક્સિનેશન કરી શકે તેવી અલાયદી સિસ્ટમ ઉભી કરવાની છે. જેથી સામાન્ય દિવસોમાં જે રસીકરણ થાય છે. તેમાં કોઈ દખલ ન થાય તે માટે ખાસ પ્રકારની કો-વિન એપ્લીકેશન બનાવાઈ છે. જેમાં રસીના લાભાર્થીઓની ડેટા એન્ટ્રી કરાશે. તેમજ રીયલ ટાઈમ મોનીટરિંગ કરાશે. ઉપરાંત વેક્સિન લોજિસ્ટિક્સ તેમજ કોલ્ડ ચેઈન નક્કી કરવી જેવી અનેક કામગીરી કરવાની રહેશે.

આ પણ વાંચો- રાજકોટમાં 24 કલાકમાં 12ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11,222 પર પહોંચી, 770 દર્દી સારવાર હેઠળ, હોટલ-રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

8500 કર્મચારીઓનુ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે
ટૂંક સમયમાં દેશભરમાં કોરોનાની વેક્સિનનો પ્રોગ્રામ શરૂ થશે. ત્યારે સૌથી પહેલા કોરોના સામે યુદ્ધ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને અગ્રતાના ધોરણે વેક્સિન આપવામાં આવશે. જેથી તેનો ડેટા દરેક શહેરમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, મહાપાલિકાના અને ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા 8500 જેટલા કર્મચારીઓને રસિકરણ આપવામાં આવશે અને આ માટેની વિગતો એકત્ર કરી લેવામાં આવી છે. સરકાર દ્વારા જે ગાઈડલાઈન આવશે તે પ્રમાણે અમારી આરોગ્ય વિભાગની કામગીરી આગળ વધારશે.

પ્રથમ તબક્કે 50થી વધુની વયના કોરોના વોરિયર્સને રસી અપાશે
મનપા દ્વારા સરકારી મોડ્યુલ પ્રમાણે કર્મચારીઓને તાલીમ આપવાની પણ તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે. કોરોનાની વેક્સિનને માઈનસ તાપમાને રાખવાની હોવાથી તે દિશામાં પણ કામકાજ નિર્દેશો બાદ હાથ ધરાશે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોરોનાની વેક્સિન સૌથી પહેલા 50 વર્ષથી વધુની ઉંમરના આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે. બાદમાં 40થી 50 વર્ષ વચ્ચેના કર્મચારીઓ અને ડાયાબિટીશ કે બ્લડ પ્રેશર જેવી બિમારી ધરાવતા કર્મચારીઓને આ વેક્સિન આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો