• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Municipal Corporation Started Filling Up Forms To Pay Assistance To The Families Of Koro's Deceased, 700 Forms Were Taken Out Yesterday.

સહાયની લાઈન:રાજકોટ મનપા દ્વારા કોરોના મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવાના ફોર્મ આપવાની જાહેર કરતા ત્રણ દિવસમાં 500 જેટલા ફોર્મ ઉપડયા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસથી સિવિક સેન્ટરમાં લાઇન લાગી રહી છે - Divya Bhaskar
ત્રણ દિવસથી સિવિક સેન્ટરમાં લાઇન લાગી રહી છે
  • 2020માં મનપામાં 18 હજાર જેટલી મરણ નોંધ ચડી હતી

તાજેતરમાં રાજય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે રૂ.50 હજારની સહાય આપવાનું જાહેર કરવામાં આવેલ છે. આ માટે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને પગલે ત્રણ દિવસથી સિવિક સેન્ટરમાં લાઇન લાગી રહી છે. આજે પણ ફોર્મ લેવા અને ભરવા ભીડ વચ્ચે લાઇન કરાવીને ફોર્મ આપવા પડયા હતા. ત્રણ દિવસમાં 500 જેટલા ફોર્મ ઉપડયા છે અને 300 જેટલા જમા થયા છે ત્યારે આ આંકડો ખુબ ઉપર જવાની સંભાવના છે.

ત્રણ દિવસથી સિવિક સેન્ટરમાં લાઇન લાગી રહી છે
ત્રણ દિવસથી સિવિક સેન્ટરમાં લાઇન લાગી રહી છે

20 હજાર અરજી આવે તેવી ધારણા
આજે સ્ટે.કમીટી ચેરમેન પુષ્કર પટેલે પરિવારો માટે માર્ગદર્શન જાહેર કરીને તમામ લોકોને ફોર્મ મળી જશે તેવું કહ્યું છે. બીજી તરફ ચાલુ 2021ના વર્ષમાં અગાઉના વર્ષ કરતા દોઢ ગણાથી વધુ મૃત્યુ કોવિડ વેવ દરમ્યાન નવેમ્બર મહિના સુધીમાં નોંધાયા છે. 2020માં મનપામાં 18 હજાર જેટલી મરણ નોંધ ચડી હતી. તો 2021માં જયારે કોરોના ખુબ જીવલેણ બન્યો ત્યારે નવેમ્બર સુધીમાં જ 35 હજાર જેટલી નોંધ થઇ ગયાનું જાણવા મળ્યું છે. જોકે તેમાં અડધાથી વધુ કુદરતી અવસાન પણ છે અને કોર્પો.એ તો આજ સુધીમાં 458 કોવિડ ડેથ જાહેર કર્યા છે. આ સંજોગોમાં કમસે કમ 20 હજાર અરજી આવે તેવી ધારણા છે.

કોવિડ-19ની સહાય મેળવવા માટે અરજી
મનપા દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19ની મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે મરણના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે જેના માટે કોવિડ-19ની સહાય મેળવવા માટે અરજી સાથે રજુ કરવાના થતા મૃત્યુનું કારણ (MCCD) મેળવવા અરજદારે જન્મ-મરણ વિભાગમાં પરિશિષ્ટ-1 મુજબનું ફોર્મ ભરવાનું રહેશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલની ફાઈલ તસવીર
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલની ફાઈલ તસવીર

અરજદાર અને મૃતકનાં ફોટો આઈડી સાથે રાખવું ફરજીયાત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જે ફોર્મ સાથે અરજદારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ છે તે અને સાથે અરજદાર અને મૃતકનાં ફોટો આઈડી, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ વિગેરેમાંથી કોઈપણ રજુ કરવાનું રહે છે. મૃતકના સ્વજનને મૃત્યુની નોંધણી સમયે ડોકટર તરફથી રજુ કરવામાં આવેલ મરણ અંગેનું પ્રમાણપત્ર નમુનો ફોર્મનં-04 રજુ કરવાનું રહેશે. હાલની રાજકોટ મહાનગરપાલિકાની કાર્યપધ્ધતિ મુજબ સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનના પ્રમાણપત્રો સેન્ટ્રલ ઝોનમાં તથા વેસ્ટ ઝોનના પ્રમાણપત્રો વેસ્ટઝોનના જન્મમરણ વિભાગો દ્વારા ઇસ્યુ કરવામાં આવશે.

પરિવારોએ સ્વજનનું મોત કોરોનાથી થયું છે એનું સર્ટિફિકેટ મેળવવા પ્રક્રિયા કરવી પડશે ( પ્રતીકાત્મક તસવીર).
પરિવારોએ સ્વજનનું મોત કોરોનાથી થયું છે એનું સર્ટિફિકેટ મેળવવા પ્રક્રિયા કરવી પડશે ( પ્રતીકાત્મક તસવીર).

સમિતિ યોગ્ય પરિસ્થિતી મુજબ પ્રમાણપત્ર ઇસ્યુ કરશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,વિશેષમાં જો કોઈ મૃતકના મૃત્યુ નોંધણી સમયે કોઈ પણ પ્રકારના મૃત્યુ કારણદર્શક ફોર્મ રજુ કરવામાં આવેલ ન હોઈ તેવા કિસ્સામાં સરકારના ઠરાવ મુજબ પરિશિષ્ટ-2 મુજબ અપ્રાપ્ય પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. જે ઝોન વાઈઝ આપવામાં આવશે. આ પ્રમાણપત્રથી મૃતકના સ્વજનને કોઈપણ પ્રકારે વાંધો કે તકરાર હોય તો મૃતકના સ્વજને સમિતિના અધ્યક્ષને અરજી કરવાની રહેશે. આ અરજી જન્મમરણ વિભાગમાં જમા કરવાની રહેશે. બાદમાં સમિતિ તે અંગે યોગ્ય પરિસ્થિતી મુજબ પરિશિષ્ટ-6 મુજબ કોરોનાથી મૃત્યુ થયુ કે નહી તે બાબતનું પ્રમાણપત્ર ઇસ્યુ કરશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નિયમ અનુસાર કોવિડ-19ની સહાય આપવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ સહાયની અંતિમ પ્રક્રિયાના ભાગરૂપે મૃતકનાં વારસદારો કે અરજદાર આધાર પુરાવા તરીકે મૃતકનું પ્રમાણપત્ર, જન્મ-મરણ વિભાગ દ્વારા આપેલ ફોર્મ 4/4 એની પ્રમાણિત નકલ, હોસ્પિટલ માંથી મળેલ મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર, ઇન્ડોર કેસ પેપર, ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેની સારવારની વિગતો, દર્દીના કરવામાં આવેલ જુદા જુદા રિપોર્ટસ વિગેરે પુરાવાઓ રજુ કરવાના રહેશે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા નિયમ અનુસાર કોવિડ-19ની સહાય આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...