તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Municipal Corporation Spent An Estimated Rs 18 Crore For The Treatment Of Corona, Only Rs 5 Crore In One Month Of The Second Wave.

ગ્રાન્ટનો સદુપયોગ:રાજકોટ મનપાએ કોરોનાની સારવાર માટે ખર્ચ્યા અંદાજીત 18 કરોડ, માત્ર બીજી લહેરના એક માસમાં ખર્ચ્યા 5 કરોડ

રાજકોટ2 મહિનો પહેલા
  • ભાજપના 68 કોર્પોરેટરો દ્વારા પાંચ-પાંચ લાખની કુલ 3.40 કરોડની ફાળવણી કરાઇ

ગુજરાતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ માર્ચ 2020માં રાજકોટમાં નોંધાયો હતો. બાદમાં આજ દિવસ સુધી રાજકોટમાં કોરોનાના હજારો દર્દીઓનું ટેસ્ટિંગ, કંટ્રોલરૂમ પર માહિતી આપવી, ધન્વંતરી રથથી ટેસ્ટિંગ-સારવાર તથા સંજીવની રથથી હોમ આઈસોલેટ થયેલાના ઓક્સિજન, ટેમ્પરેચર નિયમિત માપી દવા આપવી, દેખરેખ રાખવી અને ચાર માસથી વેક્સિનેશન સહિત અનેકવિધ કામગીરી માટે મનપાએ છેલ્લા 13 માસમાં અંદાજે રૂપિયા 18 કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે કોરોનાની બીજી લહેરમાં જ 5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

એક માસમાં આશરે રૂપિયા 5 કરોડનો ખર્ચ થયો
18 માર્ચ 2020થી 31 માર્ચ 2021 સુધીમાં રાજકોટ મનપા દ્વારા કુલ રૂપિયા 25 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં પ્રથમ 15 કરોડ પછી 5 અને ત્યારબાદ 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા જે પૈકી અંદાજે 17.50 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. એટલે કે 50 ટકા રકમ વાપરવામાં આવી હતી. પરંતુ કોરોનાની બીજી ઘાતક લહેર એપ્રિલ માસમાં આવતા એક માસમાં જ કેસો અનેકગણા વધી જતા મનપાએ 90 સંજીવની રથ, 48 ધન્વંતરી રથ, અન્ય 42 રથ, ઉપરાંત 104 નંબર પર કોલ કરનારને તેના ઘરે જઈને સેવા પૂરી પાડવા 70 વાન વગેરેનો મેડીકલ સ્ટાફ, ડ્રાઈવર વગેરે સ્ટાફ વધારાતા, 10 ટેસ્ટિંગ બુથ શરૂ કરાતા એક માસમાં આશરે રૂપિયા 5 કરોડનો ખર્ચ થયો છે.

ભાજપના 68 કોર્પોરેટરો દ્વારા પાંચ-પાંચ લાખની કુલ 3.40 કરોડ ની ફાળવણી કરી
ઉલ્લેખનીય છે કે આ ખર્ચ કોરોનાના કારણે વધારાનો છે. જ્યારે વર્ષોથી ચાલતા આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ, દવા વગેરેનો ખર્ચ અલગ હોય છે. રાજકોટ શહેરમાં આજ સુધીમાં કુલ 10.75 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 36000થી વધુ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ ઉપરાંત શહેરના 68 કોર્પોરેટરો દ્વારા પણ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના 4 કોર્પોરેટરો દ્વારા અઢી-અઢી લાખની કુલ 10 લાખ અને ભાજપના 68 કોર્પોરેટરો દ્વારા પાંચ-પાંચ લાખની કુલ 3.40 કરોડની ફાળવણી કરી છે. એટલે કે મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા વર્ષ 2020-21ની ગ્રાન્ટમાંથી 3.50 કરોડ રૂપિયા મનપાની કોવિડ સારવાર માટે ખર્ચ કરવા ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...