રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા દ્વારા મોમાઈ ટી, જય વરછરાજ ટી સ્ટોલ સહિત 76 સ્થળોએ ચાના થળા હટાવી દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ રૂ. 8 હજારનો વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવ્યો છે.
76 સ્થળોએ દબાણ દૂર કરાયા
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તા.31 મે થી 1 જૂન દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ચાના થળા અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં જાહેર માર્ગ પર નડતર રૂપ ચાના થળા હટાવવામાં આવ્યા હતા. જેમાં મોમાઈ ટી સ્ટોલ, ખોડીયાર દાળપકવાન, મોમાઈ રેસ્ટોરંટ, જય વરછરાજ ટી સ્ટોલ, જય ખોડીયાર ટી સ્ટોલ સહિત 76 સ્થળોએ દબાણ દૂર કરવામાં આવ્યા છે.
આ સ્થળોએ થી ચાર્જ વસુલવામાં આવ્યો
આ ઉપરાંત ભક્તિનગર રેલ્વે સ્ટેશન, જ્યુબેલી માર્કેટ, ઢેબર રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન નાલા પાસે, મહીલા અંડરર્બ્રિજ,મોચીબજાર, જવાહાર રોડ, ધરમશીનેમા વાળો રોડ, કેનાલ રોડ, એરપોર્ટ રોડ, રૈયા રોડ, છોટુનગર,માઢાણી ચોક, કોટેચા ચોક,ચંદ્રેશનગર, બાલાજી હોલ પાસે, નાના મૌવા રોડ, રૈયા સર્કલ, 150 ફુટ રિંગ રોડ, નાણાવટી ચોક, પર ગેરકાયદેર સર ખડકી દીધેલા ચાના થળા જપ્ત કરવામાં આવ્યા હતા અને રૂ.8 હજારનો વહીવટી ચાર્જ નાના મૌવા રોડ, ,ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ,રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના, ગુંદાવાડી, હરીહર ચોક, જુની ખડપીઠ પરથી વસુલ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.