તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Rajkot Municipal Corporation Issues Notices To 21 Traders Ripening Fruits With Calcium Carbide For Issuing Food Licenses And 2 Traders For Issuing Organic Certificates

છેતરપિંડી:રાજકોટ મનપા દ્વારા કેલ્શિયમ કાર્બાઈડથી ફળ પકવતા 21 વેપારીને ફૂડ લાયસન્સ અને 2 વેપારીઓને ઓર્ગેનિક સર્ટીફીકેટ રજુ કરવા નોટીસ ફટકારવામાં આવી

રાજકોટ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેલ્શિયમ કાર્બાઈડથી પેટ,જઠર અને આંતરડામાં ચાંદા પડવાની સાથે ફૂડ પોઈઝનિંગ પણ થાય છે

ઉનાળાની ઋતુમાં કેરીનું વેચાણ વધી જતું હોય છે. વધુ નફો લેવા માટે કેરી બગીચામાંથી વહેલી તોડી બજારમાં કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે આમ છતાં તેનો બેફામ ઉપયોગ કરી કેરી પકવવામાં આવી રહી છે.રાજકોટમાં આજે મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા કેરીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું છે. આજે વધુ 32 ધંધાર્થીને ત્યાં ચકાસણી કરીને કુલ 21 વેપારીને ફુડ લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી છે. આજરોજ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા કુલ 32 વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 21 આસામીઓને ફુડના પરવાના બાબતે નોટિસ આપેલ છે. તેમજ 2 આસામીને ઓર્ગેનીક સર્ટીફીકેટ રજુ કરવા નોટીસ આપવામાં આવી હતી. જયાં ચેકીંગ કરવામાં આવ્યું તેમાં સદર, પરાબજાર, પુષ્કરધામ, સાધુ વાસવાણી રોડ, નાના મવા, યુનિ. રોડ વગેરેનો સમાવેશ થાય છે.

દુકાનોના નામ
આજે રાજકોટની બાલાજી ફ્રુટ, ગણાત્રા વાડી, પીન્ટુ ફ્રુટ, કસ્તુરબા રોડ, ભારત ફ્રુટ, નુતનપ્રેસ રોડ સદર, હાજી રફીકભાઇ, નુતનપ્રેસ રોડ સદર, કેસર ફ્રુટ પરાબજાર મે.રોડ, એસ.આઇ. ફ્રુટ, પરાબજાર મે.રોડ, પટેલ કેરી, યુની.રોડ, ઉમીયાજી રસ એન્ડ સીઝન સ્ટોર, યુની.રોડ, ગુજરાત કેરી ભંડાર, પુષ્કરધામ મે. રોડ, ફ્રેશ મેંગો, પુષ્કરધામ મે. રોડ , આનંદીબેન અમીતભાઇ વાઢેર, પુષ્કરધામ મે. રોડ, ચેતનભાઇ દિનેશભાઇ ચાવડા, સાધુવાસવાણી રોડ જય મારૂતી કેરી ભંડાર, યુની રોડ, કમલેશભાઇ ફ્રુટવાળા, નાનામવા રોડ, કુબેર ફ્રુટ નાનામવા રોડ, ભારત ફ્રુટ કોર્નર નાનામવા રોડ, જલારામ ફ્રુટ (ફેરીયા) નાનામવા રોડ, મહેશભાઇ જેઠવા (ફેરીયા) નાનામવા રોડ, દેવાંગી તરબુચ અને ફ્રુટ (ફેરીયા) નાનામવા રોડ, આકાશ ગોસ્વામી નાનામવા રોડ પર આવેલી દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી. તથા બોક્સ ઉપર ઓર્ગેનીક લખેલ હોય તેની સ્પષ્ટતા તથા ઓર્ગેનીક અંગે ઓથોરીટી દ્રારા ઇસ્યુ કરેલ સર્ટી રજુ કરવા જય મારૂતી કેરી ભંડાર, યુની રોડ અને ગુજરાત કેરી ભંડાર, પુષ્કકરધામને નોટીસ ફટકારવામાં આવી હતી

કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરીથી થતું નુકસાન

 • કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે. પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે. ફૂડ પોઈઝનિંગ થાય છે.
 • કેલ્શિયમ કાર્બાઈડયુક્ત કેરી છાલ સાથે ખાવાથી મોઢામાં, જીભમાં કે હોઠ પર ફોલ્લા પડે છે. અને ચાંદા પડી જવાની શક્યતા રહે છે.
 • કેલ્શિયમ કાર્બાઈડની સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ હોવાથી ઊલટી, ઝાડા સાથે લોહી પણ આવે છે. છાતીમાં બળતરા થવી, તરસ લાગવી, નબળાઈ આવવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી. આંખમાં, ચામડીમાં બળતરા થાય છે.
 • ચેતાતંત્ર પર નુકસાન કરે છે. જેમાં માથાનો દુખાવો, હૃદય રોગ પણ થાય છે.