ભાજપમાં આંતરિક જૂથવાદ યથાવત:રાજકોટ મનપાએ પૂર્વ CM રૂપાણી જૂથના કાર્યક્રમોમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની બાદબાકી કરી!, રાજકીય વર્તુળોમાં ઘેરા પડઘા પડ્યા

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોમ્યુનિટી હોલના નામકરણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં અરવિંદ રૈયાણીના નામનો ઉલ્લેખ નહીં. - Divya Bhaskar
કોમ્યુનિટી હોલના નામકરણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં અરવિંદ રૈયાણીના નામનો ઉલ્લેખ નહીં.
  • ગઇકાલે મનપાએ રૂપાણીની હાજરીમાં બે કાર્યક્રમ યોજ્યા હતા
  • કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં રૈયાણીના નામની બાદબાકી

રાજકોટમાં ભાજપનો આંતિરક જૂથવાદ ચરમસીમાએ પર આવ્યો છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું લઈ લેવાયું અને પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રીપદ અપાયું છે. સાથે પૂર્વ અને પશ્ચિમ સામસામી દિશામાં ચાલતા બે જૂથો વચ્ચેનો ખટરાગ સપાટી પર આવ્યો છે. રાજકોટમાં ગઇકાલે મહાપાલિકા દ્વારા યોજાયેલા બે કાર્યક્રમોમાં ભાજપના રૂપાણી જૂથની હાજરીના કાર્યક્રમમાં મંત્રી રૈયાણીની સત્તાવાર અને બિન સત્તાવાર બન્ને રીતે બાદબાકી કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ઘેરા પડઘાં પડ્યા છે.

કોમ્યુનિટી હોલના નામકરણનો કાર્યક્રમ મનપાએ તત્કાળ ઘડ્યો હતો
મહાપાલિકાના વોર્ડ નં.9માં ચાર માસથી કાર્યરત કોમ્યુનિટી હોલના નામકરણનો કાર્યક્રમ તત્કાળ ઘડી કાઢવામાં આવ્યો હતો. જેમાં મ્યુનિ. કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન અને સમાજ કલ્યાણના ચેરમેન દ્વારા અપાયેલા નિમંત્રણ કાર્ડમાં પૂર્વ મુખ્યમંત્રી સહિત ત્રણ ધારાસભ્યોના નામ પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે લખાયા હતા અને તેઓ હાજર પણ હતા. જ્યારે ધારાસભ્ય અને મંત્રીનું નામ મનપાએ કટ કર્યું હતું.
ગઇકાલે રૈયા રોડ પર ઓડિટોરિયમમાં મહાપાલિકા દ્વારા એઈડ્ઝ દિવસ નિમિત્તે આયોજિત રેલી અને એવોર્ડ વિતરણનો બીજો કાર્યક્રમ યોજાયો હતો.

કોમ્યુનિટી હોલના નામકરણ કાર્યક્રમમાં રૈયાણીની બાદબાકી કરાઈ.
કોમ્યુનિટી હોલના નામકરણ કાર્યક્રમમાં રૈયાણીની બાદબાકી કરાઈ.

આમંત્રણ પત્રિકામાં નામને લઇ જૂથવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે
જેમાં બંન્ને સાંસદો અને ગોવિંદ પટેલ, લાખા સાગઠીયાએ ધારાસભ્યોના નામ પ્રેરણાદાયી વ્યક્તિ વિશેષ તરીકે લખાયા હતા. પરંતુ રાજકોટના જ ધારાભ્ય કમ મંત્રીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
આ પહેલા પાટિલના આગમન વખતે ત્રણ ધારાસભ્યોના નામ લખાયા તેમાં ઉપરોક્ત એક મંત્રી પદે છે. તેનો ઉલ્લેખ બેનરમાં ટાળવામાં આવ્યો હતો. આ ઘટનાના સિલસિલાની પ્રદેશ ભાજપ અને મંત્રીમંડળમાં પણ નોંધ લેવાયાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

એઇડ્સ જન જાગૃતિના કાર્યક્રમમાં પણ રૈયાણીની બાદબાકી કરાઈ.
એઇડ્સ જન જાગૃતિના કાર્યક્રમમાં પણ રૈયાણીની બાદબાકી કરાઈ.
અન્ય સમાચારો પણ છે...