તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના વોર્ડ નં. 9 યુનિવર્સિટી રોડનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ચોમાસામાં 6થી 7 ઇંચ વરસાદ પડે એટલે રસ્તામાં કેડસમા પાણી ભરાય જાય, આરોગ્યનાં કામો સારાં થયાં

રાજકોટ23 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
વોર્ડ નં. 9માં ગંદકી અને દૂષિત પાણીની સમસ્યા.
  • મીટર દ્વારા પાણી આપવામાં આવે એવી સ્થાનિક લોકોની માગ, લાઇબ્રેરીનું સારામાં સારું કામ થયું
  • યુનિવર્સિટી રોડ, યમુના પાર્ક, ગંગોત્રી પાર્ક સોસાયટી, યોગેશ્વર પાર્ક, મધુવન સોસાયટીનો સમાવેશ થાય છે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યનાં ચાર 4 મહાનગરમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવાં નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયાં કયાં કામો નથી થયાં એ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-9 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું. રાજકોટના વોર્ડ નંબર-9માં પરિશ્રમ વિસ્તારમાં આવે છે. નવા રાજકોટમાં આ વોર્ડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ લોકો રહે છે, સાથે અમુક સોસાયટીમાં મધ્યમવર્ગના લોકો રહે છે.

ગંદા પાણીની ફરિયાદો થાય છે.
ગંદા પાણીની ફરિયાદો થાય છે.

વોર્ડ નં.9માં આવતા વિસ્તારો
વોર્ડ નંબર-9માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી હાઉસિંગ સોસાયટી, યુનિવર્સિટી રોડ, યમુના પાર્ક, ગંગોત્રી પાર્ક સોસાયટી, યોગેશ્વર પાર્ક, મધુવન સોસાયટી, પાટીદાર સોસાયટી, પરિમલ સોસાયટી, મેઇન રોડ, યોગીનગર પાર્ક, મધુવન પાર્ક, ઋષિકેશ સોસાયટી, આકાશવાણી સ્ટાફ ક્વાર્ટર ,ત્રિવેણી સોસાયટી, સાધુવાસવાણી રોડ, અંજની સોસાયટી, નંદનવન પાર્ક, સત્યમ પાર્ક, ગુલમહોર રેસિડેન્સી, મામા સાહેબ રોડ, બાલમુકુંદ સોસાયટી, રવિ રત્ન પાર્ક, જલારામ 1થી 4, મુંબાસા એવન્યુ પાર્ક, સોમનાથ સોસાયટી, ગોલ્ડન સુપર માર્કેટ, અંબિકાનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ચોમાસામાં ભૂગર્ભ ગટર ઊભરાય છે.
ચોમાસામાં ભૂગર્ભ ગટર ઊભરાય છે.

આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન પાણી ભરાવાનો છે- સ્થાનિક
આ વોર્ડમાં શહેરનો હાર્દ સમો 150 ફૂટ રિંગ રોડનો સમાવેશ થાય છે. આ વિસ્તારમા ચારેય કોર્પોરેટર ભાજપના છે. આ વિસ્તારમાં કોર્પોરેટર કમલેશ મીરાણી શહેર ભાજપના પ્રમુખ છે. સ્થાનિક રેખાબેન પટોળિયાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન પાણી ભરાવાનો છે. આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા ચોમાસામાં રસ્તા પર પાણી ભરાવાનો છે. સૌથી સારું કામ આ વિસ્તારમાં આધુનિક લાઈબ્રેરી બની એ છે. છથી સાત ઇંચ વરસાદ પડે તો રસ્તામાં પાણી ભરાઈ જાય છે.

અમુક સોસાયટીમાં ઊબડ-ખાબડ રસ્તા.
અમુક સોસાયટીમાં ઊબડ-ખાબડ રસ્તા.

આરોગ્યનાં કામો સારાં થયાં છે-સ્થાનિક
સ્થાનિક મગનભાઇ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આરોગ્યનાં કામો થયાં છે. મનપાના કોર્પોરેટર જવાબ આપે છે. પાણી મીટરથી આપવામાં આવે તો વધારે સારું. અમારા વિસ્તારમાં કોર્પોરેટરો આવે અને જવાબ પણ આપે છે. વરસાદ પડે ત્યારે અમુક વિસ્તારમાં પાણી ભરાય જાય છે. અમારા વિસ્તારમાં કોર્પોરેટર કમલેશ મીરાણી જવાબ આપે છે. સોસાયટીના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી સાથે કમલેશ મીરાણીએ મીટિંગ કરાવી છે

વોર્ડ નં.9માં મતદારોની સંખ્યા
પુરુષ- 35184
સ્ત્રી- 33853
અન્ય- 2
કુલ- 69039

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો