તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ વોર્ડ નં.6 પાંજરાપોળનો ગ્રાઉન્ડ રિપોર્ટ:આજી નદીમાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છેલ્લાં 20 વર્ષથી અધૂરો, આંગણવાડી અને આરોગ્યની સુવિધાઓનો અભાવ

રાજકોટએક મહિનો પહેલા
આજી નદીમાં ગંદકી.
  • પાજરાપોળ, આજી નદી, ભાવનગર રોડ, ફકરી પાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ
  • ચોમાસામાં પાંજરાપોળમાં રહેલી ગાયનું છાણ તણાયને સોસાયટીમાં આવી જાય છે
  • વેપારીઓ છેલ્લા ઘણા સમયથી જાહેર શૌચાલય અને યુરિનલ માટે માગ કરી રહ્યા છે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યનાં ચાર 4 મહાનગરમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવાં નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયાં કયાં કામો નથી થયાં એ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-6 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ગંદા પાણીનો પ્રશ્ન વર્ષોથી.
ગંદા પાણીનો પ્રશ્ન વર્ષોથી.

સૌથી મોટો પ્રશ્ન આજી નદીના બેઠા પુલનો
રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં આ વખતે સ્થાનિક મુદ્દાઓ પર જોર આપવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા પાંચ વર્ષમાં કરેલાં વિકાસનાં કામો પર ચૂંટણી લડવાની તૈયારી કરી છે તો કોંગ્રેસે પાંચ વર્ષમાં રહેલા અધૂરા પ્રોજેક્ટો, ભ્રષ્ટાચાર અને સ્થાનિક પ્રશ્નોના મુદ્દાઓ લોકો સમક્ષ મૂકી રહી છે. ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ચારેય કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયા હતા. સામાકાંઠા વિસ્તારમાંથી સૌથી મોટો પ્રશ્ન છે આજી નદીના બેઠા પુલનો છે. આજી નદીના બેઠા પુલની મરામત કરવા માટે અનેક વખત રજૂઆત છતાં ઉકેલ આવ્યો નથી. આજી નદીમાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છેલ્લાં 20 વર્ષથી અધૂરો છે.

ગટરોનો પ્રશ્ન પણ વર્ષોથી યથાવત્.
ગટરોનો પ્રશ્ન પણ વર્ષોથી યથાવત્.

આંગણવાડી અને આરોગ્યની પૂરતી સુવિધા નથી- સ્થાનિક
સ્થાનિક રસીલાબેને જણાવ્યું હતું કે હાલ આજી નદીમાંથી ગટરના પાણી વહી રહ્યા છે. માત્ર રિવરફ્રન્ટનું કામ કાગળ પર જ થઇ રહ્યું છે. સફાઇ નિયમિત થતી નથી, જેને કારણે વોર્ડ નંબર 6માં ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ચોમાસામાં પાંજરાપોળમાંથી ગાયનું છાણ પાણી સાથે તણાયને સોસાયટીમાં આવી જાય છે. શંભુભાઇએ જણાવ્યું હતું કે આંગણવાડી અને આરોગ્યની પૂરતી સુવિધાઓ નથી. વેપારીઓ છેલ્લા ઘણા સમયથી જાહેર શૌચાલય અને યુરિનલ માટે કરી માગ રહ્યા છે. માઠા પ્રસંગમાં મહિલાઓ માટે સ્નાનાગારની સુવિધા નથી. પાંચ વર્ષમાં કોર્પોરેટરોએ ગ્રાન્ટમાંથી વિસ્તારનાં સાઇન બોર્ડ પણ લગાવ્યાં નથી.

અમુક સોસાયટીમાં રસ્તાની હાલત ખખડધજ.
અમુક સોસાયટીમાં રસ્તાની હાલત ખખડધજ.

સ્થાનિકોની હાલાકી જાણવા કોર્પોરેટર ડોકાતા પણ નથી-સ્થાનિક
અસ્મિતાબેને જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયા અને મત પણ ખોબલે-ખોબલે આપ્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી એકપણ કોર્પોરેટર સ્થાનિકોને કેવી હાલાકી પડી રહી છે એ પૂછવા પણ આવ્યું નથી. આ જ મુદ્દાઓનો કોંગ્રેસ લાભ લઇને ભ્રષ્ટાચાર અને કૌભાંડોના મુદ્દાઓ પર ચૂંટણી લડવા જઇ રહી છે. વોર્ડ નં. 6માં પાજરાપોળ, આજી નદી, ભાવનગર રોડ, ફકરી પાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

વોર્ડ નં.6માં મતદારોની સંખ્યા
પુરુષ-26685
સ્રી-23495
અન્ય-0
કુલ- 50180

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો