તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ વોર્ડ નં.4 મોરબી રોડનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રસ્તાના અધૂરા કામ ચોમાસામાં હેરાનગતિ ઉભી કરે છે, મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ, રજુઆત કરવા અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન આપતું નથી

રાજકોટએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રાજકોટના વોર્ડ નં.4માં મોરબી રોડના વિસ્તારોનો સમાવેશ થાય છે.
  • થોડા વરસાદમાં બેથી ત્રણ દિવસ સુધી પાણીના ખાબોચીયા રસ્તા પર ભરાય રહે છે
  • બાકડા, ગટરપાઈપ, હોકર્સ ઝોન, પેવિંગ બ્લોક, કોમ્યુનિટી હોલ જેવા કામો થયા
  • જકાતનાકા, મોરબી રોડ, રાધામીરા પાર્ક, ધારા એવન્યૂ સહિતના વિસ્તારોનો સમાવેશ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-4 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

મોરબી રોડ પરની અમુક સોસાયટીમાં પાણીના ધાંધિયા.
મોરબી રોડ પરની અમુક સોસાયટીમાં પાણીના ધાંધિયા.

વોર્ડ નં. 4માં 51 કરોડથી વધુના કામો થયા
રાજકોટ મનપાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ શહેરના વોર્ડમાં ચાલતી સમસ્યાઓ બહાર આવી રહી છે. વોર્ડ નં. 4માં 51 કરોડથી વધુના કામો થયા છે. જેમાં બાકડા, ગટર પાઈપ, હોકર્સ ઝોન, પેવિંગ બ્લોક, કોમ્યુનિટી હોલ જેવા કામો થયા છે. આ વોર્ડમાં રાધામીરા સોસાયટી, ધારા એવન્યૂ પાર્ક, રામ પાર્ક, સેટેલાઇટ ચોક સહિત મોરબી રોડ અને જકાતનાકા આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારના લોકોનો પણ એક જ સૂર છે ખરાબ રસ્તા અને ચારેબાજુ ગંદકી લોકોના આરોગ્ય ઉપર અસર કરે છે.

ગટના કામ અધૂરા રહે છે.
ગટના કામ અધૂરા રહે છે.

કોઇ પણ પક્ષ જીતે પછી કોઇ ડોકાતું નથી-સ્થાનિક
વોર્ડ નં.4માં કુસુમબેને જણાવ્યું હતું કે, રસ્તાના અધૂરા કામ ચોમાસામાં ખૂબ જ હેરાનગતિ સર્જે છે. પાકા રસ્તા ન હોવાથી ચોમાસા દરમિયાન અડધા ઇંચ વરસાદમાં ગારા-કીચડનું સામ્રાજ્ય ખડકી દે છે. કૃષ્ણાબેને જણાવ્યું હતું કે હવે ચૂંટણી આવેશ ત્યારે રાજનેતાઓ હાથ જોડીને નીકળશે. પરંતુ કોઈ પણ પક્ષ જીતે પછી વિસ્તારમાં આવવાનું તસ્દી લેતું નથી. કચરાના ઢગલા ઉપાડવા અનેક વખત ક્યાં અને કોની રજુઆત કરવી તે પણ કોઈ યોગ્ય માર્ગદર્શન આપતું નથી.

અમુક સોસાયટીમાં હજુ કાચા રસ્તા.
અમુક સોસાયટીમાં હજુ કાચા રસ્તા.

મચ્છરોનો ત્રાસ સૌથી વધારે- સ્થાનિક
હીનાબેને જણાવ્યું હતું કે, ચોમાસામાં રસ્તાની હાલત એટલી ખરાબ હોય છે કે, વાહનમાં પણ નીકળવું મુશ્કેલ છે. જો ચાલીને જઈએ તો પગરખા પણ ગારામાં કૂંચી જતા હોય છે. અને થોડા વરસાદમાં ત્રણથી ચાર દિવસ સુધી પાણીના ખાબોચીયા ભરાય રહેતા હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં વધે છે. મોહિતભાઈ રંગાણીએ જણાવ્યું હતું કે, રોડ-રસ્તા, ગટર પાયાની સુવિધા હોય છે. તે યોગ્ય હોવા જોઇએ. સ્થાનિકોના ટેક્સના પૈસે કોર્પોરેટરના પગાર થતા હોય છે. તો આવા કોર્પોરેટરોએ પણ મન દઇને ગ્રાન્ટ કરી જરૂરી કામોમાં વાપરવી જોઈએ. અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા રહે છે.

વોર્ડ નં.4માં મતદારોની સંખ્યા
પુરૂષ-30389
સ્ત્રી-26902
અન્ય-1
કુલ-57292

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો