તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા- અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યનાં ચાર 4 મહાનગરમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયાં કયાં કામો નથી થયાં એ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સિરીઝ ચલાવી રહ્યું છે. એમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-3 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.
વોર્ડ નં.3 લાંબા સમયથી કોંગ્રેસના કબજામાં
રાજકોટ વોર્ડ નં.3 લાંબા સમયથી કોંગ્રેસના કબજો છે. ઘણા સમયથી ભાજપ શાસિત મહાપાલિકાના સત્તાધીશો આ વોર્ડ કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના કામ કરતા કોર્પોરેટરને કારણે આ વોર્ડ પૂરતો કેસરિયો લહેરાતો નથી. જોકે આ વોર્ડમાં પણ અનેક સમસ્યા આંખે ઊડીને વળગે છે. મુખ્ય સમસ્યાની વાત કરીએ તો પોપટપરાનું ગરનાળું માત્ર એક ઇંચ વરસાદમાં બંધ થઇ જાય છે, જેને લઇ પોપટપરા, રેલનગર બ્રિજની વિરુદ્ધ સાઇડના વિસ્તારો અંદાજે એક લાખની વસતિ ચોમાસા દરમિયાન જાણે ફસાઈ ગઇ હોય એવો અહેસાસ થાય છે.
શ્વાનની રંઝાડ અસહ્ય, બાળકોનું ધ્યાન રાખવું પડે છે
3 નંબરના વોર્ડમાં જંક્શન રેલવે સ્ટેશન, ગાયકવાડી, પોપટપરા, પરસાણાનગરથી લઇ માધાપર ચોકડીનાં અમુક નવાં ગામો પણ ભળી ગયાં છે. ખાસ કરીને આ વોર્ડમાં નિચાણવાળા વિસ્તારો વધુ આવે છે. ઓછા વરસાદે લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જાય છે. રસ્તા પર કેડસમા પાણી બે દિવસ સુધી ઓસરતા પણ નથી. ખુલ્લી ગટરો અને રખડતાં ઢોરનો ત્રાસ પણ લોકમુખે સાંભળવા મળ્યો. આ વોર્ડની મુલાકાત લીધી ત્યારે નીતિનભાઇ જાનીએ જણાવ્યું હતું કે ભરબજારમાં રખડતાં ઢોર અકસ્માત સર્જે તેવો સતત ભય રહે છે. આ સિવાય બાળકો શેરીમાં રમતાં હોય ત્યારે શ્વાનની રંઝાડ પણ અસહ્ય છે.
એક ઇંચ વરસાદમાં પોપટપરાનું નાળું ભરાય જાય છે- સ્થાનિક
પ્રશાંતભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે એક ઇંચ વરસાદ આવે એટલે પોપટપરાનું નાળું બંધ થઇ જાય છે અને લોકોને આવા-જવા પર પ્રતિબંધ મૂકી પોલીસ પણ ગોઠવી દેવામાં આવે છે. વર્ષોથી આ સમસ્યા છે છતાં પણ શાસક કે વિપક્ષનું પેટનું પાણ હલતું નથી. મુક્તાબેને જણાવ્યું હતું કે નિચાણવાળા વિસ્તારમાં રહીએ છીએ. થોડા વરસાદમાં જ પાણી ઘરમાં ઘૂસી જાય છે અને ઘરવખરી પાણીમાં તરવા લાગે છે. ચોમાસું આવે એટલે વરસાદમાં છતે ઘરે જીવ તાળવે ચોટી જતા હોય છે.
ખુલ્લી અને ગંદી ગટરો મોટી સમસ્યા- સ્થાનિક
પ્રફુલભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે ખુલ્લી અને ગંદી ગટરો પણ મોટી સમસ્યા છે. સતત દુર્ગંધ અનેક વખત ગંદું પાણી રસ્તા પર આવી જવું મોટી સમસ્યા છે. જોકે રહીશોનો એક સૂર છે કે સમસ્યા સામે લડવા સ્થાનિક કોર્પોરેટરો અવશ્ય ઘટનાસ્થળે આવી જાય છે અને શક્ય એટલી તમામ મદદ કરવા હંમેશાં તત્પર હોય છે.
વોર્ડ નં.3માં મતદારોની સંખ્યા
પુરુષ- 40882
સ્ત્રી- 38450
અન્ય- 4
કુલ- 79336
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.