તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના વોર્ડ નં. 2 ભોમેશ્વરનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ઝુંપડપટ્ટીનું પ્રમાણ વધારે, ઠેર ઠેર કચરાના ઢગલા, ગંદું પાણી મળતા સ્થાનિકોમાં રોષ, કોર્પોરેટરો ચૂંટણી સમયે જ દેખાય છે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
વોર્ડ નં.2માં સૌથી વધુ ઝુંપડપટ્ટી આવે છે.
  • ચૂંટણી સમયે કે મોટા કામ સમયે જ મોટા રાજનેતાઓ અને કોર્પોરેટરો આવે છે
  • જંક્શનનો અમુક ભાગ, ભોમેશ્વર, રેસકોર્સ અને એરપોર્ટ રોડ વિસ્તારોનો સમાવેશ
  • સારા કામમાં કોમ્યુનિટી હોલનું રિનોવેશન, ફૂટપાથ, અમુક સમયે રસ્તાનું રિપેરિંગ થાય છે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-2 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

પીવાના પાણીને બદલે દુષિત પાણી વિતરણ થાય છે.
પીવાના પાણીને બદલે દુષિત પાણી વિતરણ થાય છે.

ચૂંટણી સમયે જ કોર્પોરેટરો દેખાય છે
રાજકોટના વોર્ડ નં.2ની વાત કરીએ તો આ વિસ્તાર થોડો પછાત આવે છે. એટલે ઝુંપડપટ્ટીનું પ્રમાણ વધુ છે. માટે ઠેર ઠેર કચરાના ઢગલા, ગંદકી જેવી સમસ્યા ઉડીને આંખે વળગે છે. આ વોર્ડમાં સ્થાનિકોનો કોર્પોરેટરો પ્રત્યેનો અસંતોષ છલકાય રહ્યો છે. સ્થાનિકો જણાવે છે કે, ચૂંટણી સિવાય કોર્પોરેટરો ક્યાં ખોવાય જાય છે તે અમારો સવાલ છે.

ગટરના પાણીથી દુર્ગંધ ફેલાય છે.
ગટરના પાણીથી દુર્ગંધ ફેલાય છે.

કોમ્યુનિટી હોલનું રિનોવેશન અને ફૂટપાથ સહિતના સારા કામોનો સમાવેશ
આ વોર્ડમાં જંક્શનનો અમુક ભાગ, ભોમેશ્વર, રેસકોર્સ અને એરપોર્ટ રોડ આવે છે. વર્ષો જૂની ઝુપડપટ્ટીમાં લોકો રહે છે. જેને લઇ ચોખ્ખાઇનો અભાવ જોવા મળે છે. જો કે, કુલ ચાર કોર્પોરેટરોમાંથી બે કોર્પોરેટરના અમુક સ્થાનિકોએ સારા કામ પણ વખાણ્યા હતા. જેમાં કોમ્યુનિટી હોલનું રિનોવેશન, ફૂટપાથ, અમુક સમયે રસ્તાનું રિપેરિંગ કામ કરતા હોય છે.

નેતાઓ આવે ત્યારે રસ્તાની સાફ સફાઇ થાય છે.
નેતાઓ આવે ત્યારે રસ્તાની સાફ સફાઇ થાય છે.

ગંદા પાણીને કારણે હાથ-મોઢુ પણ ધોઇ શકાતું નથી- સ્થાનિક
છોટુનગર સ્લમ ક્વાર્ટરમાં રહેતા કમલેશભાઇએ જણાવ્યું હતું કે, અનેક વખત કચરાના ઢગલા ઉપાડવાની ફરિયાદો કરી છે. ક્યારેક ઢગલા ઉપડી પણ જાય છે. પરંતુ કોર્પોરેટરોએ સ્થળ વિઝીટ કરી આકરી દંડની જોગવાઇ કરવી જોઇએ. બજરંગવાડીમાં રહેતા મનસુખભાઇ જોગાણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પુરતો ટેક્સ આપીએ છતાં ગંદા પાણીની ફરિયાદો છે. અમુક સમયે ડોહળુ અને દુર્ગંધ મારતું પાણી નળમાંથી આવે છે. પીવાનું તો દૂર એવા પાણીથી હાથ-મોઢુ પણ ધોઇ શકતા નથી.

ચૂંટણી સમયે રસ્તા પર ડીડીટી છાંટી દેવામાં આવે છે- સ્થાનિક
જયશ્રીબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખુલ્લી ગટરો, ઠેર ઠેર ગંદકી મુખ્ય સમસ્યા છે. જ્યારે પણ આ વિસ્તારમાં ચૂંટણી સમયે કે મોટા કામ સમયે મોટા રાજનેતાઓ આવે છે ત્યારે અચાનક જ રસ્તા સાફ કરી ડીડીટી છાંટી દેવામાં આવે છે અને બધુ ચોખ્ખુ ચણાક કરી દેવામાં આવે છે. તો પછી આવું રોજ કેમ ન થઇ શકે. આ વિસ્તાર સ્વચ્છ અને સુંદર છે તે માત્ર મોટા નેતાઓને બતાવવા પુરતુ જ શું મર્યાદિત છે.

વોર્ડ નં.2માં મતદારોની સંખ્યા
પુરૂષ-27740
સ્ત્રી-27369
અન્ય-0
કુલ- 55109

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો