તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના વોર્ડ નં.11 નાનામોવાનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રસ્તામાં બ્લોકનાં કામ સારાં થયાં, ગટરનું પાણી પીવાના પાણીમાં ભળે છે, નવા રોડ બનાવવાની માગ

રાજકોટ23 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
વોર્ડ નં.11માં પીવાના પાણીની સમસ્યા.
  • નાનામોવા, કલ્યાણ પાર્ક, અંબિકા ટાઉનશિપ, આંબેડકરનગર સોસાયટીનો સમાવેશ
  • અનેક સોસાયટીઓમા ચોમાસામાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જાય છે
  • કોર્પોરેટરોએ બ્લોકનાં કામ સારાં કરાવ્યાં છે, મનપા અધિકારીઓ જવાબ દેતા નથી

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા- અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યનાં ચાર 4 મહાનગરમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવાં નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયાં કયાં કામો નથી થયાં એ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-11 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ઉનાળામાં પાણીની તંગી.
ઉનાળામાં પાણીની તંગી.

અમુક વિસ્તારોમાં પીવાના પાણીનો પ્રશ્ન યથાવત્
વોર્ડ નં.11માં સૌથી વધુ મધ્યમ વર્ગના લોકો રહે છે. આ વિસ્તારમાં નાનામોવા રોડ અને 150 ફૂટ રિંગ રોડનો સમાવેશ થાય છે. દસથી પંદર વર્ષના સમયમાં આ સોસાયટીઓ બનેલી છે. વોર્ડ નં. 11માં પીવાના પાણીનો પ્રશ્ન લોકોને વર્ષોથી છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતાં લોકો વાપરવામાં કે પીવામાં ઉપયોગમાં લઇ શકતા નથી. આ વોર્ડમાં રુચિ રેસિડેન્સી, સરદાર પટેલ પાર્ક, નાનામોવા, આરએમસી આવાસ યોજના, કલ્યાણ પાર્ક, અજમેરા શાસ્ત્રીનગર, અલય પાર્ક, તિરુપતિ પાર્ક,અંબિકા ટાઉનશિપ રોડ, નાનામોવા વિસ્તાર, આંબેડકરનગર સોસાયટી, ભરતનગર, જીવરાજપાર્ક, કસ્તુરી રેસિડેન્સી, ન્યૂ ગાંધીનગર સોસાયટી, ન્યૂ રાજદીપ સોસાયટી, ધરમનગર, ઓમનગર પાર્ક, ન્યૂ લક્ષ્મીનગર, ક્રિષ્ના પાર્ક, લાભદીપ સોસાયટી, સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.​​​​​​

બેઠાપુલને કારણે ચોમાસામાં હેરાનગતિ.
બેઠાપુલને કારણે ચોમાસામાં હેરાનગતિ.

નવા રોડ બનાવવા માગ
વોર્ડ નં. 11માં અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તા તૂટેલા છે. બ્લોકનાં કામ સારાં થયાં છે, જ્યારે સ્થાનિક લોકો હજી નવા રોડ બનાવવા માગ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારના કોર્પોરેટરો જવાબ આપે છે, જ્યારે અધિકારીઓ જ નવા રોડ બનાવવા માગ કરી રહ્યા છે, વોર્ડ નં. 11માં અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તા તૂટેલા છે. બ્લોકનાં કામ સારાં થયાં છે, જ્યારે સ્થાનિક લોકો દ્વારા હજી નવા રોડ બનાવવા માગ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારના કોર્પોરેટરો જવાબ આપે છે, જ્યારે અધિકારીઓ જવાબ આપતા નથી.

રસ્તા તૂટેલા હોવાથી અકસ્માતનો ડર.
રસ્તા તૂટેલા હોવાથી અકસ્માતનો ડર.

નવા રોડ બનાવવા માગ
વોર્ડ નં. 11માં અનેક વિસ્તારોમાં રોડ અને રસ્તા તૂટેલા છે. બ્લોકનાં કામ સારાં થયાં છે. જ્યારે સ્થાનિક લોકો દ્વારા હજી નવા રોડ બનાવવા માગ કરાઈ રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારના કોર્પોરેટરો જવાબ આપે છે, જ્યારે અધિકારીઓ જવાબ આપતા નથી. આ વોર્ડમાં ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતા. કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભેદભાવ રાખે છે.

આરોગ્યની સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી-સ્થાનિક
સ્થાનિક અતુલભાઇએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી. અમારા વિસ્તારના કોર્પોરેટર જવાબ આપે છે. અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા તૂટેલી હાલતમાં છે. કોર્પોરેટરોએ બ્લોકમાં કામ સારાં કર્યાં છે. આ વિસ્તારમાં નવા રોડ અને રસ્તાઓ બનાવવા જરૂરી છે. ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે.

અમુક વિસ્તારમાં સફાઈ થતી નથી- સ્થાનિક
​​​​​​​
માલતીબેને જણાવ્યું હતું કે અનેક સોસાયટીઓમાં ચોમાસામાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી જાય છે. પીવાના પાણીનો મુખ્ય પ્રશ્ન છે, આથી વેચાતું પાણી લેવું પડે છે. કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી મનપા અધિકારીઓ અને પદાધિકારીઓ ભેદભાવ રાખે છે. અમુક વિસ્તારમાં સફાઈ થતી નથી.

લાઇટ નથી, રોડ નથી, મચ્છી માર્કેટને કારણે પરેશાની
​​​​​​​પ્રિયાંકભાઇએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. પાયાની સવલતો, જેવી કે રસ્તા, પાણી, ગટર, લાઇટની સમસ્યા છે. બેઠાપુલને કારણે ચોમાસામાં લોકોને અવરજવર કરવામાં બહુ જ મુશ્કેલી પડે છે. દર વર્ષે ત્રણથી ચાર લોકો પૂરના પાણીમાં તણાયને મોતને ભેટે છે. આ પ્રશ્નનો વર્ષોથી ઉકેલ આવ્યો નથી.

વોર્ડ નંબર-1ના મતદારોની સંખ્યા
​​​​​​​પુરુષ-39943
સ્ત્રી- 36819
અન્ય-2
કુલ- 76764

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો