શેરી શિક્ષણ:રાજકોટ મનપા શિક્ષણ સમિતિનો નવતર પ્રયોગ, 350 શિક્ષક રોજ બે કલાક ઓનલાઈથી કંટાળેલા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ શિક્ષણ આપે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિક્ષકો હવે વિદ્યાર્થીઓના ઘરે જઇ શિક્ષણ આપી રહ્યાં છે. - Divya Bhaskar
શિક્ષકો હવે વિદ્યાર્થીઓના ઘરે જઇ શિક્ષણ આપી રહ્યાં છે.
  • 25 જેટલી સ્કૂલોમાં શેરી શિક્ષણ શરૂ, સ્કૂલોમાં પણ સવારે 10થી સાંજ સુધી ઓનલાઈન શિક્ષણ
  • શેરીઓમાં સ્કૂલ જેવી જ વાંચન, ગણન, લેખન, લેશન જેવી શૈક્ષણિક પ્રવૃતિ ચાલી રહી છે

દોઢ વર્ષથી કોરોનાના કપરા સમયમાં સ્કૂલો બંધ થતા ઓનલાઈન શિક્ષણનાં યુગમાં બાળકો અને સ્કૂલ વચ્ચેનો સંબંધ છૂટી જતા પ્રાથમિક સ્કૂલના બાળકોને ઘર બેઠા શિક્ષણ આપવાનો શિક્ષણ વિભાગે નવો અભિગમ અપનાવ્યો છે. સ્કૂલોમાં ઓનલાઈન આપવા જતા શિક્ષકો સવારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા શેરીઓમાં પહોંચતા શેરી-ગલીઓમાં ઠેર-ઠેર સ્થળોએ હવે શિક્ષકો-બાળકોને શિક્ષણ આપતા હોવાના દ્રશ્યો નજરે પડી રહ્યાં છે. રાજકોટ મનપા શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતના માર્ગદર્શન હેઠળ મનપા સંચાલિત સ્કૂલોમાં શેરી શિક્ષણ શરુ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો આવકાર મળી રહ્યો છે. 350 શક્ષિક રોજ બે કલાક શેરી શિક્ષણ આપી રહ્યાં છે.

શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરના દરવાજા સુધી પહોંચ્યા
શેરી શિક્ષણ માટે શિક્ષકો પણ રૂચી દાખવી રહ્યા છે. શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી કોરોના મહામારીના કારણે શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી છે. કોરોનાના કપરા કાળમાં સ્કૂલો બંધ થતા માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલતા વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી, એક નવા સોલ્યુશન સ્વરૂપે શિક્ષણ જગતે ઓનલાઈન શિક્ષણ સ્વીકાર્યુ પરંતુ હવે કોરોનાની લહેર સમી જતા સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણ વ્યવસ્થા અપનાવી શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરના દરવાજા સુધી પહોંચી શેરીમાં શિક્ષણ આપવાની શરુઆત કરી છે.

વિદ્યાર્થીઓના ઘરે જઇ શિક્ષણ.
વિદ્યાર્થીઓના ઘરે જઇ શિક્ષણ.

વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આવકાર
છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટની અલગ અલગ વિસ્તારની શાળાઓમાં શેરી શિક્ષણ શરુ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાંથી આવકાર સાંપડી રહ્યો છે.
એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમિતિ અને શિક્ષકો સતત જાગૃત રહે છે. ચેરમેન અતુલ પંડીતે વધુમાં જણાવ્યું હતું કે હાલ દરરોજ સવારે બે કલાક સ્કૂલના 350થી વધુ શિક્ષકો શેરીમાં ત્રણ-ચાર અથવા આઠ-દસ બાળકોના જૂન બનાવી વિવિધ વર્ગ અને વિષયનું શિક્ષણ આપી રહ્યા છે.

રાજકોટ મનપા શિક્ષણ સમિતિનો નવતર પ્રયોગ.
રાજકોટ મનપા શિક્ષણ સમિતિનો નવતર પ્રયોગ.

શિક્ષકો શૈક્ષણિક કીટ પણ પહોંચાડી રહ્યાં
શેરીઓમાં સ્કૂલ જેવી જ વાંચન, ગણન, લેખન, લેશન જેવી શૈક્ષણિક પ્રવૃતિ ચાલી રહી છે. આ ઉપરાંત શાળાઓમાં શિક્ષકો સવારના 10થી સાંજ સુધી છાત્રોને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યાં છે. શેરી શિક્ષણમાં શિક્ષકો શિક્ષણ સાથોસાથ તેના એડમીશન અને શૈક્ષણિક કીટ પણ પહોંચાડી રહ્યાં છે. શેરી શિક્ષણને સફળ બનાવવા સમિતિના તમામ સભ્યો, સ્કૂલના શિક્ષકોનો સહયોગ સાંપડી રહ્યો છે તેમ અંતમાં ચેરમેન અતુલ પંડીતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...