• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Municipal Corporation Announces 5 5 Winners In Individual And Category In Rangoli Competition, 75 Contestants Will Be Given Incentive Prizes

પરિણામ જાહેર:રાજકોટ મનપા આયોજિત રંગોળી સ્પર્ધામાં વ્યક્તિગત અને કેટેગરીમાં 5-5 વિજેતા જાહેર, 75 સ્પર્ધકોને પ્રોત્સાહન પુરસ્કાર અપાશે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યક્તિગત કેટેગરીમાં 40 આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ 25 ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ જાહેર
  • વેક્સિનેશન,ભગતસિંહ અને સરદાર પટેલની રંગોળી આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વોકલ ફોર લોકલ અનુસંધાને આર્ટિસ્ટને પ્રોત્સાહીત કરવા રેસકોર્સ ખાતે મેગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આજે પરિણામ જાહેર રહ્યું છે. સ્પર્ધામાં બે ભાગ પાડવામાં આવ્યા છે. એક વ્યક્તિગત રંગોળી અને બીજી ગ્રુપ રંગોળી. બન્ને કેટેગરીમાં 5-5 વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. વ્યક્તિગત રંગોળીમાં પ્રથમ નંબરને 21 હજાર અને ગ્રુપ રંગોળીમાં પ્રથમ નંબરને 31 હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત 75 સ્પર્ધકોને પ્રોત્સાહન પુરસ્કાર અપાશે જેમાં વ્યક્તિગત કેટેગરીમાં 40 આર્ટિસ્ટને એક એક હજાર રૂપિયા અને ગ્રુપ કેટેગરીમાં કુલ 25 ગ્રુપને બબ્બે હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેર પણ મનપા દ્વારા કરવામાં આવી હતી.

જાહેર જનતાએ જ નિર્ણાયક તરીકેની મુખ્ય ભૂમિકા નિભાવી
ઉલ્લેખનીય છે કે આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, બરોડા, સુરત, વેરાવળ, ધોરાજી, જસદણ, ગોંડલ, પારડી, ધ્રોલના ચિત્રકારોએ પણ એન્ટ્રી મેળવીને થીમ આધારિત, શાનદાર અને કલાત્મક રંગોળીનું પ્રદર્શન કરેલ હતું.અને જાહેર જનતાએ જ નિર્ણાયક તરીકેની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ માટે જાહેર જનતાએ તા.03/11/2021ના સાંજના 04:00 વાગ્યાથી તા.05/11/2021ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ઓનલાઈન વોટિંગ કર્યું હતું.

રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવી હતી
1. આઝાદીનો અમૃત મહોત્સવ- મેરે સાપનો કા ભારત
2. સ્વચ્છ ભારત મિશન- એક જનઆંદોલન
3. વેક્સિનેશન મહાભિયાન- જન સમુદાયનું સુરક્ષા કવચ

વિજેતા કૃતિઓ માટેનાં પુરસ્કાર

વ્યક્તિગત સ્પર્ધક કેટેગરીગ્રુપ સ્પર્ધક કેટેગરી
પ્રથમ ઇનામ-રૂ. 21,000પ્રથમ ઇનામ- રૂ.31,000
બીજું ઇનામ- રૂ.15,000બીજું ઇનામ- રૂ.25,000
ત્રીજું ઇનામ- રૂ.11,000ત્રીજું ઇનામ- રૂ.21,000
ચોથું ઇનામ- રૂ.5100ચોથું ઇનામ- રૂ.15,000
પાંચમું ઇનામ- રૂ.3100પાંચમું ઇનામ- રૂ.11,000

વ્યક્તિગત કેટેગરીના વિજેતાઓના નામ

વિજેતા ક્રમાંકસ્પર્ધકનું નામ
1અમિ લલિતભાઈ ઉપાધ્યાય
2દિવ્યા રમેશચંદ્ર ભૂત
3મિસા અઘેરા
4તુલસી પટેલ
5હેમાક્ષિબા

ગ્રુપ કેટેગરીના વિજેતાઓના નામ

વિજેતા ક્રમાંકસ્પર્ધકનું નામ
1દર્પણ
2હાર્દિક સંચાનીયા
3ટાંક કલ્પિત
4મેઘદિપ જોશી
5માયાબેન ચુડાસમા

વ્યક્તિગત કેટેગરીના પ્રોત્સાહન પુરસ્કાર મેળવનાર વિજેતાઓ

વિજેતા ક્રમાંકસ્પર્ધકનું નામ

1

જાદવ હિરલ

2

ચિરાગ પરમાર

3

ફોરમ સોરઠીયા

4

મનોજ ધમધર

5

માનસી ચૌહાણ

6

પાર્થ મે

7

નેહા ફફડીયા

8

શિવમ અગ્રવાલ

9

વિભૂતિ જયસુખભાઈ ફટાણીયા

10

શક્તિરાજ જાડેજા

11

કિંજલ સામાણી

12

આડોદરિયા શિવાની

13

માનસી સાવલીયા

14

દિપલ સિદ્ધપુરા

15

ડૉ.કમલ દોશી

16

શેઠ તન્વી

17

વિશાલ સરવૈયા

18

રાઠોડ જતીન રમણીકલાલ

19

તન્વી કોઠારી

20

નિશાબા મહેન્દ્રસિંહ જાડેજા

21

ચાંદની જયેશભાઈ પદવાણી

22

દિવ્યેશ અઘેરાં

23

ઝાલા મગેશ્વરી

24

કિન્નરી ટાંક

25

ભવ્ય દેસાઈ

ગ્રુપ કેટેગરીના પ્રોત્સાહન પુરસ્કાર મેળવનાર વિજેતાઓ

વિજેતા ક્રમાંકસ્પર્ધકનું નામ
1

નિરવ ભીંડે

2

નિકિતા પટેલ

3

આંબલિયા નિયંતા

4

દિપ્તી લલિતકુમાર આરદેસણા

5

હરેશ નાનુભાઈ સરવૈયા

6

ઉપાધ્યાય ક્રુણાલ

7

વાઘેલા શ્રધ્ધા

8

લેખિતા મોહનભાઈ મોરવડિયા

9

અમુલ કણઝારીયા

10

નિયતિ હિરપરા

11

વિભા પ્રશાંત માલવી

12

નિરવ એમ ભીંડે

13

કપુરિયા પ્રિયાંશી

14

ઉર્વશી કોરડિયા

15

મોનપરા ચાર્મી કાંતિભાઈ

16

રચના જોષી

17

અલ્વિશા W/O અલ્પેશભાઈ મકવાણા

18

ડૉ. સરોજ દિપકકુમાર કંટારીયા

19

દ્રષ્ટિ પટેલ

20

અમિત વી બેલાડિયા

21

ઝાલાવડિયા નિલમબેન કે.

22

સ્વાતિ એલ મોદી

23

સેજલ આર. રાઠોડ

24

શેખ હસીનાબાનુ

25

ખુશ મહેતા

26

સ્વીટી ઉનડકટ

27

મૈત્રી વેકરિયા

28

જીલ અશોકભાઈ શિંગાળા

29

નિયતિ શાહ

30

એકતા અંકિત બુસા

31

માધવ રવિન્દ્ર ભખંડેડિયા

32

વેદિકા સંદિપ ત્રિવેદી

33

ભૂમિ ભાવેશભાઈ ભેદા

34

પરમાર નિલેશ પરબતભાઈ

35

રાધિકા વડેરા

36

રીની

37

નેહલ એમ ભીંડોરા

38

પીલોજપરા જીતેશ બી.

39

રાહુલ એમ તલસાણીયા

40

માનસી વાઢેર, ભૂમિ નકુમ