રાજકોટ: રાજકોટઃ દેશનું પ્રથમ ડિસઈન્ફેક્શન મશીન રાજકોટના ત્રણ યુવાનોએ કર્યું છે. તે માત્ર 10 સેકન્ડમાં વ્યક્તિને જંતુમુક્ત કરી દે છે. આ માટે પાણીમાં 6 ટકા હાઈડ્રોજન પેરોક્સાઈડ ભેળવવામાં આવે છે. રાજકોટના ત્રણ યુવાનોએ આ મશીન મહાનગરપાલિકાને ભેટ આપ્યું છે. આનંદ સાવલિયા, હર્ષિત પટેલ અને ભાવિન ડાભીએ તૈયાર કરનાર આ ત્રણેય મેડીકલ અને ઔદ્યોગિક ઉત્પાદનોના મશીનની ડિઝાઈન બનાવે છે.
મશીનમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લિક્વિડનો ઉપયોગ
મશીનમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લિક્વિડનો ઉપયોગ થાય છે. હવે આ વાઇરસનો ચેપ વધુ લોકો સુધી ન પહોંચે તે માટે તંત્ર પણ હવે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે જ રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેક્શન મશીન મુકવામાં આવ્યું છે. મનપા ખાતે આવતા સ્ટાફ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઇન્ફેક્ટ થઈ શકે છે. આજે મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગણી, ઉપરાંત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.