સ્થળ મુલાકાત:રાજકોટ મનપા કમિશનરે વેસ્ટઝોનમાં 189 કરોડના ખર્ચે બનનાર 1400 આવાસ અને 61 દુકાનોની સાઈટ વિઝિટ કરી, કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્કિંગ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, લીફ્ટ, સિક્યુરિટી કેબિન, શોપિંગ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, DG સેટ્સની સુવિધા

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે સવારે વેસ્ટ ઝોનમાં બની રહેલા 1400 આવાસોની જુદી જુદી સાઈટની મુલાકાત લીધી હતી અને આ હાઉસિંગ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે વેસ્ટઝોનના આ આવાસનું નિર્માણ રૂ. 189 કરોડથી વધુના ખર્ચે થઈ રહ્યું છે.

1400 આવાસો અને 61 દુકાનોની કામગીરી ચાલુ
વેસ્ટઝોનના પેકેજ-1ના પાંચ પ્લોટ પૈકી ટી.પી. સ્કીમ નં.5 (નાનામવા)ના એફ.પી.નં.140 અને 446ની સાઈટ વિઝીટ મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવી હતી. વેસ્ટઝોન પેકેજ-1 અંતર્ગત રૂ.189.45 કરોડના ખર્ચે LIG (50 ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના 404 અને MIG (60 ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના 996 આવાસો મળીને કુલ 1400 આવાસો અને 61 દુકાનોની કામગીરી ચાલુ છે.

આવાસ યોજનામાં ફાયર સેફ્ટીની પુરતી વ્યવસ્થા
LIG પ્રકારના આવાસોમાં બે બેડરૂમ હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમ તેમજ MIG પ્રકારના આવાસોમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમની સુવિધા આપવામાં આવેલી છે. આ ઉપરાંત આવાસ યોજનામાં પાણીની લાઈન, ગટર વ્યવસ્થા તેમજ ગેસ પાઈપલાઈન તથા PGVCLની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આવાસ યોજનામાં ફાયર સેફ્ટીની પુરતી વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, લીફ્ટ, સિક્યુરિટી કેબિન, શોપિંગ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, DG સેટ્સ વગેરેની સુવિધા આપવામાં આવનાર છે.

પ્રતિ આવાસ રૂ.1 લાખની સહાય મંજૂર
LIG પ્રકારના આવાસો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ.1 લાખની સહાય મંજૂર થઈ છે. જે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો LIG કેટેગરીના આવાસોનો લાભ મેળવી શકશે અને 6થી 7.50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો MIG કેટેગરીના આવાસોનો લાભ મેળવી શકશે.