રાજકોટમાં વરસાદ શરૂ થવાને હજુ સમય છે, પરંતુ પ્રિ-મોન્સુન એક્ટિવિટી તરીકે મ્યુનિ.કમિશનર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજે મનપાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિ.કમિશનરે ચોમાસા પૂર્વે 15 દિવસ સુધી દરેક વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આદેશ આપ્યો હતો આ સાથે વોકળામાં દબાણ અને સફાઈ માટે સૂચન કર્યા હતો. તો નબળા બાંધકામ અને જોખમી હોર્ડિંગ હટાવવા તાકીદ કરી હતી.
ભયગ્રસ્ત મકાનોનો સર્વે કરવા સૂચના આપી
આજની બેઠકમાં ડીએમસી, સીટી ઈજનેર, ફાયર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ત્રણેય ઝોનના સીટી ઈજનેર, ટાઉન પ્લાનિંગ અધિકારી, વોર્ડ ઇન્ચાર્જ ને ચોમાસા પહેલા તૈયાર રહેવા તાકીદ કરવામાં આવી હતી. પ્રિ-મોન્સુન કાર્યવાહીની વિગતનું આયોજન, પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજનની વિગતો, ભયગ્રસ્ત મકાનોનો સર્વે કરવા અંગે પણ સૂચના આપી હતી.
વરસાદનું સતત મોનીટરીંગ કરવા જણાવ્યું હતું
આ ઉપરાંત અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વ્યવસ્થા, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવાનું મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.