તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું પ્રથમ મેયર ડેશ બોર્ડ:રાજકોટના મેયરનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ,લોકોની ફરિયાદનું નિરાકરણ આંગળીના ટેરવે, મેયર ડેશ બોર્ડ શરૂ કરાશે

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ
  • નવા ભળેલા વિસ્તારોમાં રોડ, રસ્તા, પાણી, લાઈટના પ્રશ્નોને અપાશે પ્રાધાન્ય

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો.પ્રદીપ ડવે ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કર્યો છે. જેમાં મુખ્યમંત્રીની જેમ લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મનપા કચેરીમાં મેયર ડેશ બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપાની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેશ બોર્ડના જેતે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.

ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે
રાજકોટ શહેરને ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવાનો પ્રયાસ રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ અને તેની યુવા બોડી દ્વારા કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટવાસીઓને મનપા કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ ફરિયાદોનું નિરાકરણ આવે તે માટે મેયર ડેશ બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટવાસીઓ ઘરે થી આંગળીના ટેરવે જ પોતાની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકશે. રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા માટે આ ડેશ બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેશ બોર્ડમાં જેતે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. લોકોના વધુમાં વધુ ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે.

કોર્પોરેશનનો ધક્કો નહિ ખાવો પડે - મેયર
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ડેસ્ક બોર્ડ છે તેવી જ રીતે રાજકોટ મેયર ડેશ બોર્ડ શરૂ કરવામાં આવશે. નવા ભળેલા ગામોમાં લાઈટ, પાણી, ગટર, રસ્તા અને સફાઈ સહિતની વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જરૂર પડ્યે આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરો વસુલર, સર્ટિફિકેટ માટેની સેવાઓ ઓનલાઈન છે તેનો પણ મેયર ડેશ બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો