આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ શરૂ કરાયો છે,તેમાં શરત એટલી છે જે લોકોએ પોતાના પૈસાથી સરકાર પાસેથી ધ્વજ ખરીદવાનો છે અને આ માટે વિકલ્પ આપવાને બદલે તંત્ર ફરજ પાડી રહ્યું છે.
રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે બેઠક કરી હતી અને તેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર એ. આર. સિંઘ અને આશિષકુમાર પણ જોડાયા હતા આ તમામે પોત પોતાના પ્રાસંગિક બાદ મેયરે ખાનગી શાળાઓને 50,000 ધ્વજ વિતરણ કરવાનો ટાર્ગેટ આપ્યો હતો અને સાથે જ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 30,000 ધ્વજ અપાશે તેવું પણ કહ્યું હતું આ રીતે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે 80,000નો લક્ષ્યાંક તૈયાર કરાયો છે.
શાળા સંચાલકોએ અત્યારે હા કહી છે પણ અંદરખાને તો અસંતોષ જ છે કારણ કે ભાજપના કોઈ પણ કાર્યક્રમ હોય તાયફા હોય તેમાં મેદની એકઠી ન થાય એટલે શાળાઓને ફરમાન જારી કરી વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બસમાં ભરીને કાર્યક્રમ સ્થળોએ લઈ જવાય છે ત્યાં સુધી બધું બરાબર હતું અને હવે તો પ્રાથમિક શાળાથી માંડી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને વકરો પણ કરી દેવાની જવાબદારી ઠોકી બેસાડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.