વાતાવરણ:રાજકોટમાં મહત્તમ તાપમાન ઘટીને 28 ડિગ્રીએ ગગડ્યું, ઘટાટોપ વાદળો સૌરાષ્ટ્ર પરથી હટી ગયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ન્યુનતમ તાપમાન હજુ 3 ડિગ્રી ઘટેે તેવી વકી

રાજકોટમાં શુક્રવારે ઘટાટોપ વાદળો છવાયા હતા જો કે શનિવાર બપોર બાદથી આકાશ ક્રમશ: સ્વચ્છ થવા લાગ્યું હતું અને તેની સાથે જ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. બે દિવસ પહેલા મોડી રાત્રે પડેલા વરસાદ તેમજ વાદળોને કારણે હવામાં ભેજ વધતા શનિવારે વહેલી સવારે ધુમ્મસ છવાયું હતું. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્શિયસ, જ્યારે ન્યુનતમ તાપમાન 18.7 ડિગ્રી સેલ્શિયસ રહ્યું હતું. જેમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હવામાન વિભાગે જારી કરેલી યાદી મુજબ ન્યુનતમ તાપમાનમાં આગામી દિવસે 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.

આ આગાહીને જોતા ન્યુનતમ તાપમાન 15 કરતા ઓછું રહેતા ઠંડી વધશે તેમજ દિવસ દરમિયાનનું તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના 48 કલાક બાદ ઠંડીમાં વધારો નોંધાતો હોય છે તેથી આગામી સપ્તાહે કોલ્ડવેવ આવે અને તાપમાન વધુ ઓછું થાય તેવી શક્યતા છે.

આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગના સુત્રો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે વાતાવરણમાં પલટાની સાથે જ લોકો ઠંડીની અનૂભૂતી પણ કરશે. શિયાળામાં જે રીતે ઠંડીનો માહોલ અને દોર હોવો જોઇએ તે હજુ સુધી જોવા મળ્યો નથી. લોકો ફરી વખત ઠંડીના ચમકારાની અનુભુતી કરશે. શહેરમાં ધુમ્મસ આવતા જ લોકોએ ઠંડી વધવાની પણ આશા વ્યક્ત કરી હતી. અત્યાર સુધી જે શિયાળામાં ઠંડી હોય તે હજુ જોવા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...