નિર્ણય:હવામાન વિભાગની માવઠાની આગાહીને લઇ રાજકોટ માર્કેટ યાર્ડનો નિર્ણય, વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી મગફળીની આવક પર પ્રતિબંધ લગાવ્યો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ માર્કેટ યાર્ડની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ માર્કેટ યાર્ડની ફાઈલ તસવીર.
  • ગુજરાતમાં આવતા ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આવતા ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને પગલે એલર્ટ થયેલા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વાતાવરણ સ્વચ્છ ન થાય ત્યાં સુધી મગફળીની આવકો પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યાર્ડમાં મગફળીની મબલખ આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે અને યાર્ડ છલકાઈ જાય છે તેનો નિકાલ થતા ચાર-પાંચ દિવસ નીકળી જાય છે. પડતર માલનો નિકાલ થયા બાદ જ નવી આવકને છૂટ આપવામાં આવતી હોય છે. ગત શનિવારે 80,000 ગુણી મગફળી ઠલવાઈ હતી. મોટાભાગનું વેચાણ થઈ ગયું છે. છતાં હવે માવઠા-કમોસમી વરસાદની આગાહીને કારણે મગફળીની આવક કરવા દેવામાં આવશે નહીં.

આજે આવકની છૂટને લઇ ખેડૂતો પાક લઇ પહોંચ્યા
આજ રાતથી આવકની છૂટ મળવાની ગણતરીએ ખેડૂતો મગફળી ભરેલા વાહનો સાથે યાર્ડમાં આવી ગયા છે. પરંતુ વરસાદની આગાહી પગલે સત્તાઘીશોએ વાતાવરણ ચોખ્ખું ન થાય ત્યાં સુધી મગફળીની એન્ટ્રી બંધ રાખવાનું નિર્ણય કર્યો છે. માર્કેટ યાર્ડમાં મગફળી હોય અને માવઠું થાય તો નુકસાન થાય તેને ધ્યાનમાં રાખી આ વખતે આવક બંધ કરવાનો જ નિર્ણય લેવામાં આવ્યો છે.