તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 15માંથી 1 દરખાસ્ત પેન્ડિંગ, પાર્ટી પ્લોટના વિવાદ અંગે રિટેન્ડર કરવા નિર્ણય લેવાયો

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી.
  • વાગુદડ નજીક રસ્તા પર બનતા પાર્ટીપ્લોટ ભાડે આપવાની ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક પુરતી સ્પષ્ટતા નથી

રાજકોટમાં વધુ સુવિધાઓ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા 2040 સુધીનો ડી.પી.આર. બનાવીને રસ્તાઓ વિકસાવવા યોજના બનાવાયા બાદ હવે બગીચાઓ અને અન્ય આનુસાંગિક સુવિધાઓ માટે કાર્યવાહી હાથ ધરવામા આવી છે. આજ રોજ બપોરે 12 વાગે મળેલી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા ન્યારી ડેમ નજીક વાગુદડના રસ્તે 50 હજાર ચો.મી.નો બગીચો બનાવાયા બાદ હવે તેમા પાર્ટી પ્લોટ અને ફૂડ કોર્ટ પણ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક અસ્પષ્ટતા
રાજકોટ મનપાના સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 15 દરખાસ્તો મુકવામાં આવી હતી. જે પૈકી એક દરખાસ્ત પેન્ડિંગ રાખી રિટેન્ડર પ્રક્રિયા કરવા સૂચના આપવામાં આવી છે. વાગુદડ નજીક રસ્તા પર બનતા પાર્ટીપ્લોટ ભાડે આપવાની ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક પુરતી સ્પષ્ટતા ન હોવાથી આ ટેન્ડરને રિટેન્ડર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

50,000 ચો.મી.ના ક્ષેત્રફળમાં એક બગીચો બન્યો
આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં શહેરના જુદા જુદા બગીચામાં ચાર ફૂડ કોર્ટ બનાવી રેવન્યૂ આવક ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં શહેરીજનોની સુખાકારી વધારવા માટે પાર્ટી પ્લોટ પણ બનાવવાના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના વેસ્ટ ઝોનમાં ન્યારી ડેમ સાઈટ વાગુદડના રસ્તે મહાપાલિકા દ્વારા 50,000 ચો.મી.ના વિશાળ ક્ષેત્રફળમાં એક બગીચો બનાવવામાં આવ્યો છે.

ફૂડ કોર્ટની સાથે લોન બેઈઝડ પાર્ટી પ્લોટ બનશે
ન્યારી ડેમ વિસ્તાર રાજકોટની તદન નજીક હોવાના કારણે અહીં રવિવાર અને જાહેર રજાઓમાં લોકો ફરવા માટે ઉમટી પડતા હોય છે. કાલાવડ રોડના મુખ્ય ભાગોમાં અનેક રેસ્ટોરન્ટ આવેલા છે ત્યારે આ ગાર્ડનમાં ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ કોર્ટની સાથે લોન બેઈઝડ પાર્ટી પ્લોટ પણ વિકસાવવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...