મનપાની તિજોરી છલકાઈ:રાજકોટ મનપાની આવાસના હપ્તા વસૂલાત ઝુંબેશ, 7 મહિનામાં આવક રૂ.100 કરોડને પાર, એક જ માસમાં રૂ.10 કરોડ એકઠા થયા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ કોર્પોરેશન કચેરીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ કોર્પોરેશન કચેરીની ફાઇલ તસવીર.
  • 25 દિવસમાં આવાસ યોજના વિભાગે રૂ. 10,81,38,554ની મહત્તમ આવક કરી

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપ્તાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં જેમાં 1 એપ્રિલથી 25 નવેમ્બર સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ.100 થી વધુની વસૂલાત કરવામાં આવી છે.તેમાંય એક જ માસમાં રૂ.10 કરોડ એકઠા થયા છે.

31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા
આજદિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP–1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

ગત વર્ષે કુલ રૂ.81 કરોડની વસુલાત કરવામાં આવી હતી
આવાસ યોજના વિભાગ દ્વારા તા.01/11/2021થી તા.25/11/2021સુધીમાં રૂ.10,81,38,554ની આવક થઈ છે. જેમાં તા.23/06/2021થી તા.25/11/2021 સુધીમાં રૂ.69,52,75,545ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. આજ રીતે તા.01/04/2021થી તા.25/11/2021 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.100,15,82,269ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જયારે પાછલા આખા વર્ષ દરમ્યાન કુલ 81 કરોડ ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.

EWS – 1 પ્રકારના 657 આવાસો માટેના એલોટમેન્ટ લેટર વિતરણ
હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના વેસ્ટ ઝોન પેકેજ 5 અને 6 અંતર્ગત EWS – 1 પ્રકારના 657 આવાસો માટેના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.