ઝુંબેશ:રાજકોટ મનપાની રખડતાં પશુઓ પકડવા કવાયત,એક સપ્તાહમાં અડચણરૂપ 480 પશુઓને પકડી પાડ્યાં

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • શહેરમાં રખડતાં પશુ મામલે પ્રજાનાં આક્રોશનાં પગલે મનપા તંત્ર એક્શનમાં આવ્યું

રાજકોટ શહેરમાં જ્યાં જુઓ ત્યાં માર્ગ વચ્ચે અડીંગો જમાવીને બેસતા રઝળતા ઢોરની સમસ્યા વિકટ બનતી હોય છે. અત્ર તત્ર સર્વત્ર ઢોરના અડીંગા વાહન ચાલકો માટે તો અવરોધરૂપ બને છે પણ ચાલીને જતા રાહદારી માટે જોખમરૂપ છે. કયારેક તો બે આખલાની લડાઇનો નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે જેથી મનપા તંત્રએ આ ઢોરોને યોગ્ય જગ્યાએ મોકલવાની અને જનતાને ઢોરના ત્રાસમાંથી મુકત કરવાની ઝુંબેશ શરુ કરી છે. જેના ભાગરૂપે તા.31-01થી 14-02 સુધીના એક સપ્તાહમાં રખડતા અને અડચણરૂપ 480 પશુઓને પકડવામાં આવ્યા છે.

શાસ્ત્રીનગરમાંથી 47 પશુઓને પકડવામાં આવ્યા હતા
રાજકોટ શહેરના વિસ્તારો આનંદનગર, કાળા પથ્થર રોડ, આહિર ચોક, વાણીયાવાડી મેઈન રોડ, સ્વામિનારાયણ મંદિર પાછળ, સહકાર મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, સહકાર રોડ, સુભાષનગર તથા આજુબાજુમાંથી 31 પશુઓ, નવલનગર મેઈન રોડ, દોશી હોસ્પિટલ મેઈન રોડ, હુડકો પોલીસ ચોકી, ભોજલધામ સોસાયટીમાંથી 20 પશુઓ, ચુડાસમા પ્લોટ રોડ, વૈશાલીનગર મેઈન રોડ, એરપોર્ટૅ ફાટક, નરસીનગર રોડ, સાધુવાસવાણી રોડ, આલાપગ્રીનસીટી પાસે, યુનિવર્સીટી, રૈયાગામ, જે.કે. પાર્ક મેઈન રોડ, શાસ્ત્રીનગરમાંથી 47 પશુઓને પકડવામાં આવ્યા હતા.

વોરા સોસાયટીમાંથી 36 પશુઓને પકડવામાં આવ્યા
આ સાથે કોઠારીયા રોડ, આજીડેમ પોલિસ સ્ટેશન સામે ગુલાબનગર કોઠારીયા ગામ, કોઠારીય સોલવન્ટ, રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટીમાંથી 63 પશુઓ, શિતલ પાર્ક, રામપાર્ક મેઈન રોડ, ઈન્દ્રપ્રસ્થ, વેલનાથ, નરસિંહનગર મેઈન રોડ, રણછોડદાસ આશ્રમ પાસે, રણછોડનગર મેઈન રોડ, કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી વિગેરે વિસ્તારો પાસેથી 50 પશુઓ, માધાપર, નાગેશ્વર, ધંટેશ્વર, વિનાયક વાટિકા રોડ, જામનગર રોડ, શેઠનગર, નિર્મલા મેઈન રોડ, તિરૂપતી મેઈન રોડ, હીગળાજનગર મેઈન રોડ, લક્ષ્મીનગર, ગીતાનગર મેઈન રોડ, શીતલપાર્ક મેઈન રોડ, એરપોર્ટ દિવાલ પાસે, વોરા સોસાયટીમાંથી 36 પશુઓને પકડવામાં આવ્યા હતા.

કુલ 480 પશુઓ પકડવામાં આવ્યા
આ ઉપરાંત નાનામૌવા મેઈન રોડ, રાજનગર ચોક, પર્ણ કુટીર સોસાયટી પાસેથી 15 પશુઓ માનસરોવર, પ્રધ્યુમનપાર્ક મેઈન રોડ, લાલપરી, આવસ યોજના કવાર્ટર, વ્રજભુમી માલધારી સોસાયટી પાસેથી 26 તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 480 પશુઓ પકડવામાં આવેલ છે.