• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Manpani Came Up Against Negligence, Report Of Only One Patient In Dhanvantari Rath Was Positive While Report In Testing Booth Was Negative

વધતા સંક્રમણ વચ્ચે બેદરકાર તંત્ર:રાજકોટ મનપાની બેદરકારી સામે આવી, એક જ દર્દીનો ધનવંતરી રથમાં રિપોર્ટ પોઝિટિવ, જ્યારે ટેસ્ટિંગ બૂથમાં રિપોર્ટ નેગેટિવ

રાજકોટ9 મહિનો પહેલા
મનપાએ સતર્કતા દાખવવી જોઈએ
  • શહેરમાં બે નવાં ટેસ્ટિંગ બૂથ કરવામાં આવ્યાં
  • સંજીવની રથ અને ધનવંતરી રથ મળી કુલ 45 વાહનો સંક્રમણ ઘટાડવા કાર્યરત

રાજકોટમાં એક તરફ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. જ્યાં એક જ દર્દીનો સવારે ધનવંતરી રથમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે બપોરે રૈયા ચોકડીએ આવેલા ટેસ્ટિંગ બૂથમાં ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ કોરોના રાજકોટમાં બેકાબૂ બન્યો છે ત્યારે મનપાએ સતર્કતા દાખવવી જોઈએ પણ તેની સામે તંત્ર દ્વારા બેદરકારી દર્શાવતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સંજીવની રથ અને ધનવંતરી રથ મળી કુલ 45 વાહનો સંક્રમણ ઘટાડવા કાર્યરત
હાલ શહેરમાં કોરોનાવાયરસની સંક્રમણની વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાં જુદાં પગલાં લેવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 30 સંજીવની તથા GVKના 15 ધનવંતરી રથ મળી કુલ 45 વાહનો કોરોના અંતર્ગતની કામગીરીમાં આજ રોજ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેડક રોડ પર પાણીના ઘોડા પાસે તથા સોરઠિયા વાડી ચોક ખાતે ટેસ્ટિંગ બૂથ પણ શરૂ કરવામાં આવ્યાં છે, પરંતુ ટેસ્ટિંગની આ ગોલમાલને પગલે લોકોમાં ટેસ્ટિંગ બાબતે શંકા ઉત્પન્ન થઈ હતી.

સવારે ધનવંતરી રથમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
સવારે ધનવંતરી રથમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

કોવિડનાં નવાં લક્ષણોથી જનતામાં ભય વધ્યો
હાલમાં કોરોનાની નવી લહેર ચાલી રહી છે, ત્યારે કેટલાક દર્દીઓમાં અલગ-અલગ પ્રકારનાં લક્ષણો પણ દેખાઈ રહ્યાં છે. કેટલાક કેસોમાં તો કોરોનાનાં લક્ષણો જ દેખાતાં નથી, પરંતુ વ્યક્તિ પોઝિટિવ હોય છે, ત્યારે જો એ વ્યક્તિ અન્યના સંર્કપમાં આવે તો અન્ય વ્યક્તિઓ માટે જોખમ ઊભું થઈ શકે છે. આ પ્રકારના કિસ્સાઓથી લોકો હવે વધુ ભયભીત થયા છે. આને મોટા પ્રમાણમાં કોવિડ ટેસ્ટ તેમજ વેક્સિનેશન કરાવી રહ્યા છે. આવા સમયે મનપા દ્વારા રાજકોટમાં વધતા કેસ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે.

તંત્ર દ્વારા ટેસ્ટિંગ બૂથ વધારવામાં આવ્યાં.
તંત્ર દ્વારા ટેસ્ટિંગ બૂથ વધારવામાં આવ્યાં.
અન્ય સમાચારો પણ છે...