પ્રજાના પૈસે બેફામ ખર્ચ:રાજકોટ મનપાનો પ્લાસ્ટિક ટોઇલેટના 4 બોક્સ માટે 4 લાખનો ખર્ચ, વિપક્ષે કહ્યું- 20-25 હજારના બોક્સના 4 લાખ કેમ?, મેયરની કાર્યવાહી કરવાની ખાતરી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેસકોર્સ સ્વિમિંગ પૂલ પાસે બોક્સ મૂકી પણ દેવાયા. - Divya Bhaskar
રેસકોર્સ સ્વિમિંગ પૂલ પાસે બોક્સ મૂકી પણ દેવાયા.
  • DMCની મંજૂરીથી આ ટોયલેટ બોક્સ મગાવવામાં આવ્યા હતા

રાજકોટ મહાનગરપાલિકામાં ઈજનેરો અને અધિકારીઓ ઘણી વખત પોતાની મન મરજીના માલિક થઈને બેફામ ખર્ચ કરી નાખે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ ગાર્ડન ડિરેક્ટર ડો. હાપલિયાએ રિટાયર થતા પહેલા જેમ પોર્ટલ પરથી બે ટોઈલેટ બ્લોક, બે યૂરિનલ બ્લોક અને એક સિક્યોરિટી કેબિન ખરીદી હતી. આ ચારેય બોક્સ પાછળ મનપાએ 4 લાખનો ખર્ચ કર્યો છે, આ મામલે વિપક્ષે જણાવ્યું હતું કે, 20-25 હજારના બાથરૂમના 4 લાખ કેમ નક્કી કર્યા? બીજી તરફ મેયરે જણાવ્યું હતું કે, આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.

મનપાએ હજી પેમેન્ટ ચૂકવ્યું નથીઃ મેયર
મેયરે વધુમાં જણાવ્યું હતું કે, જે ગુણવત્તાવાળા બોક્સના ઓર્ડર કરવામાં આવ્યા હતા તે ગુણવત્તાના બોક્સ આવ્યા નથી. આ બોક્સ પાછા મોકલવા મનપા કાર્યવાહી કરશે. ટોયલેટ બોક્સ ક્યાં મૂકવા તેને લઈને મનપા મૂંઝવણમાં છે. જોકે DMCની મંજૂરીથી આ ટોયલેટ બોક્સ મગાવવામાં આવ્યા હતા. હજી મનપાએ કોઈ પેમેન્ટ ચૂકવ્યું નથી. હલકી ગુણવત્તાવાળા ટોયલેટ પરત કરવામાં આવશે.

બોક્સ રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં મુકાયા હતા
ગુણવત્તા સારી હોય તો પણ તેને આવકારી શકાય પણ આ સામાન 4 લાખ રૂપિયાનો હતો અને જ્યારે રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં મુકાયો ત્યાં ડિરેક્ટર નિવૃત્ત થઈ ગયા હતા. જેવો સામાન આવ્યો તો તેની ચકાસણી થઈ તેમાં અત્યંત હલકી ગુણવત્તાના તેમજ પોર્ટલ પર જે શરતો લખી હતી તે મુજબના ન હોવાનું ખુલ્યું હતું. આ જવાબદારી કોઇ લેવા તૈયાર ન થતા બોક્સને ત્યાં જ કી રિસીવ કરાયો ન હતો અને કોન્ટ્રાક્ટર પણ બોક્સ ત્યાં મૂકીને ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...