તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાજકોટ મનપા રસીકરણ માટે તૈયાર, પાંચ સ્થળે કાલે કોરોના વેક્સિન ડ્રાય રન

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • મેડિકલ અને પેરામેડિકલ કર્મચારીઓને રસીકરણ અંગે તાલીમ અપાઇ

રાજ્યમાં બે શહેરમાં રાજકોટ અને ગાંધીનગરમાં કોરોના વેક્સિન માટે ડ્રાય રન કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાએ એકસાથે પાંચ સ્થળ પર મંગળવારે ડ્રાય રનનું આયોજન કર્યું છે. આ માટે મનપાએ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તાલીમ પણ આપી દીધી છે. મંગળવારે સવારે 8થી 12 ડ્રાય રનનું આયોજન કરાયું છે.

શહેરમાં સ્ટર્લિંગ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શેઠ હાઈસ્કૂલ, શાળા નંબર 32 અને શ્યામનગર અર્બન હેલ્થ સેન્ટરમાં આવતી કાલે મંગળવારે કોરોના વેક્સિન ડ્રાય રન યોજાશે. જેનાપગલે સોમવારે તમામ હેલ્થ વર્કરને ટ્રનિંગ આપવામાં આવી હતી. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, વેક્સિનેશન કર્યા બાદ લાભાર્થીને 30 મિનિટ સુધી ઓબ્ઝેર્વેશન રૂમમાં રાખવામાં આવશે. પ્રથમ લાભાર્થીને મેસેજથી જાણ કરાશે. બાદમાં વેઇટિંગ રૂમમાં તેનું ફોટો આઇડી અને એપમાં ચકાસણી થશે. ત્યારબાદ તેને વેક્સિનેશન રૂમમાં તેનું વેક્સિનેશન કરવામાં આવશે. બાદમાં ઓબ્ઝર્વેશન રૂમમાં તેને 30 મિનિટ સુધી રાખવામાં આવશે. આથી આ સમયગાળામાં તેને કોઈ તકલીફ થાય તો જાણી શકાય.રસી આપવાના આ સ્થળે મેડિકલ ઓફિસર ,ફાર્માસિસ્ટ, અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઓફિસર ,કોવિડ મેડિકલ ઓફિસર ,સ્ટાફ નર્સ ,મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરને ઉપસ્થિત રાખવામાં આવશે.

આ મુજબ ડ્રાય રન થશે
મહાનગરપાલિકાઓએ એકત્ર કરેલા ડેટા મુજબ લોકોને બોલાવવામાં આવશે. પ્રથમ રૂમ વેઈટિંગ રૂમ હશે. બીજો રૂમ વેક્સિનેશન રૂમ હશે અને ત્રીજો રૂમ ઓબ્ઝર્વેશન રૂમ હશે. પ્રથમ રૂમમાં વ્યક્તિ પ્રવેશે ત્યારે તેના તમામ ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે. સાથોસાથ વ્યક્તિને સેનિટાઈઝ, માસ્ક અને ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે. બીજા રૂમમાં વ્યક્તિ પહોંચે ત્યારે તેને વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે. સાથોસાથ કોવિડ વેક્સિન માટે બનાવાયેલા કો-વિન સોફ્ટવેરમાં તેની એન્ટ્રી કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સિન લેનાર વ્યક્તિને 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો