તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Manpa Fire Department Alert After Bharuch Fire, Every Two Days Fire Officer And Team Started Investigation At Kovid Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર એલર્ટ મોડમાં:ભરૂચ અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાનું ફાયર વિભાગ એલર્ટ, દર બે દિવસે ફાયર ઓફિસર અને ટીમની કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ

રાજકોટ12 દિવસ પહેલા
ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે
  • ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ હજૂ ભુલાય નથી
  • તંત્ર ફાયર સેફ્ટી મુદ્દે કડકાઇ દાખવશે

ભરૂચમાં શુક્રવાર મોડી રાત્રે કોવિડ હોસ્પિટલમાં ભિષણ આગ લાગતાં કોરોનાના 18 દર્દી કાળનો કોળીયો બનતા જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. ઉદય કોવિડ હોસ્પિટલની આગ હજૂ ભુલાય નથી ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફ્ટી મુદ્દે કડકાઇ દાખવવા સૂચના આપવામાં આવી છે. ફરી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ચેકીંગ ઝૂંબેશ શરૂ કરવા માટે ટીમ તૈયાર કરી દેવામાં આવી છે અને જેમાં ફાયર ઓફિસર સહિત ટીમ તૈયાર કરવામાં આવી છે.

ફાયર ઓફિસરની ટીમ PPE કીટ પહેરી દર્દી અને તબીબોને માર્ગદર્શન પૂરું પાડશે
રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેરએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત 26 તારીખ થી શહેરના 11 ફાયર ઓફિસરની અલગ અલગ ટીમો બનાવી તમામ કોવિડ હોસ્પિટલમાં દર બે દિવસે તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ PPE કીટ પહેરી દર્દી અને તબીબો ને માર્ગદર્શન પૂરું પાડે છે અને આકસ્મિક બનાવ બને તો કેવી રીતે બચી શકાય તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ સાથે હોસ્પિટલમાં તપાસ દરમિયાન જરૂરી સુચનો પણ આપવામાં આવે છે અને બે દિવસ બાદ તપાસ કરી જો સુધાર ન થાય તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

મનપાના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર
મનપાના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર

આઇ.સી.યુ વોર્ડમાં ખાસ ચેકિંગ થશે
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં મુખ્યત્વે વેન્ટીલેટર ઉપર હોય તે પ્રકારના દર્દીના આઇ.સી.યુ વોર્ડમાં ખાસ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલોમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કીટના કારણે આગ વધુ લાગતી હોય ફાયર વિભાગ દ્વારા ઈલેકટ્રીક લાઈન તેમજ તેના ઉપકરણોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. દર બે દિવસે તપાસ બાદ સપ્તાહમાં એક વખત રાત્રી ચેકીંગ કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે હાલ તમામ હોસ્પિટલમાં ICU વોર્ડ માં દર્દી દાખલ હોવાથી જરૂરિયાત મુજબ વધુ સુધારા કરી શકાતા નથી પરંતુ પ્રાથમિક સુધારા કરી આકસ્મિક ઘટના ન બને તેની કાળજી રાખવા સૂચના આપવામાં આવી રહી છે.

ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે
ફાયર વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો