કામગીરી:રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને એક વર્ષમાં 1343 અરજદાર મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કર્યું

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021માં વર્ષ દરમિયાન પીડિતા માનસિક આઘાતમાં સરી ન પડે તે માટે મહિલા અધિકારીઓ દ્વારા યોગ્ય કાઉન્સેલીંગ કરાયું

વર્ષ 2021માં મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓને સાંભળી તેનું યોગય કાઉન્સેલીંગ કરી સમાધાનના પ્રયત્નો કરવામાં આવે છે તેમજ સમયાંતરે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2021 માં મહિલા પોલીસ સ્ટેશનમાં કુલ 1795 અરજીઓ આવી હતી જેમા બંને પક્ષોને બોલાવી કાઉન્સેલીંગ કરી સમાધાનના પ્રયાસો કરી 1343 અરજદાર મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું.

વર્ષ 2021 કુલ 1795 અરજીઓ આવી હતી
રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 કુલ 1795 અરજીઓ આવેલ જેમાં બન્ને પક્ષો યોગ્ય કાઉન્સેલિંગ કરી સમાધાનના પ્રયાસ કરવામાં આવેલ અને અરજીઓનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ ફકત 134 અરજીઓમાં સમાધાન ન થતા અરજદાર કાયદાકીય રીતે આગળ વધવા માંગતા હોવાથી ગુન્હાઓ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ 1343 અરજદાર મહિલાઓને તેમના પ્રશ્નોનો સબંધે સ્થળ પર જ યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ છે.

મહિલા અધિકારીઓ દ્વારા યોગ્ય કાઉન્સેલીંગ કરવામાં આવે છે
મહિલા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત IUCAW યુનિટમાં જાતિય હિંસાના તથા પોકસો હેઠળના ગંભીર ગુનાઓની તપાસ કરવામાં આવે છે જેમાં 2021 ના વર્ષમાં રાજકોટ શહેરમાં બનેલ ગંભીર ગુનાઓમાંથી કુલ-17 ગુનાની તપાસ IUCAW યુનિટને સોપવામાં જે ગુનાઓની ચોકસાઇથી તપાસ કરી ભોગ બનનાર માનસિક આઘાતમાં સરી ન પડે તે માટે મહિલા અધિકારીઓ દ્વારા યોગ્ય કાઉન્સેલીંગ કરવામાં આવે છે

ભોગ બનનારને ન્યાય મળી રહે તે માટે ઝડપી તપાસ કરવામાં આવે છે
તેમજ આરોપીને તુરંતજ પકડી યોગ્ય કાર્યવાહી કરી બનાવ સ્થળનું FSL અધિકારી મારફત નિરક્ષણ કરાવી વૈજ્ઞાનિક પુરાવો એકઠા કરી ભોગ બનનારને ન્યાય મળી રહે તે માટે ઝડપી તપાસ પુર્ણ કરી સરકારી વકીલશ્રી સાથે સંકલનમાં રહી કેસોનો નિકાલ ઝડપી થાય તેવા પ્રયાસ કરવામાં આવે છે તેમજ ભોગ બનનારને સરકારી ધારાધોરણ મુજબ આર્થિક સહાય મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપી મદદરૂપ થઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે.

good touch -bad touchની માહિતી અપાય છે
હાલના સમયમાં બાળ કિશોર કિશોરીઓ સાથે વધતા જતા જાતિય હિંસાના બનાવો બનતા અટકે અને બાળકોને good touch-bad touchકોને કહેવાય તે અંગેની સમજ મળે તેમજ બાળકો જાતિય હિંસાનો ભોગ ન બને અને પોતાનું રક્ષણ કરી શકે તેમજ બાળ માનસ ઉપર થતી ખરાબ અસરથી બચે તેવા ઉમદા હેતુથી અલગ અલગ સ્કુલ તથા સ્લમ એરીયામાં જઇ “good touch -bad touch " અંગેની મનોવૈજ્ઞાનીક સમજ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...