તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં મૃતાંક વધ્યો:રાજકોટમાં 24 કલાકમાં કોરોનાના 5 દર્દીનાં મોત, 31 પોઝિટિવ, હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર બંનેનું રસીકરણ શરૂ

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

રાજકોટમાં ચાર દિવસ સુધી એક પણ મોત નોંધાયું ન હતું. બાદમાં સોમવારે 2 મોત અને મંગળવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 5 મોત થયા છે. એટલે કે માત્ર બે જ દિવસમાં 7 મોત થયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને હવે 200ની આસપાસ જ છે ત્યાં મોતની સંખ્યા વધતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે. બીજી તરફ નવા કેસ આવવામાં ઘણો ઘટાડો આવ્યો છે. શહેરમાં 23 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 8 સાથે કુલ 31 નવા કેસ આવ્યા છે. લોધિકા, પડધરી, કોટડાસાંગાણી સહિતના તાલુકાઓમાં સપ્તાહે માંડ 1 કેસ આવી રહ્યા છે.

રાજકોટમાં હેલ્થ વર્કરના રસીકરણ સમયે જ ફ્રન્ટલાઈન કોરોના વોરિયરનું રસીકરણ ચાલુ કરાયું હતું. જોકે મંગળવારે બંને વર્કર માટે અલગ અલગ સાઈટ રાખીને એક જ દિવસે રસી અપાઈ હતી. જેમાં 649 લોકોએ લાભ લીધો હતો. વેક્સિનની સંખ્યા વધે તે માટે હવે જે લોકો રસી મૂકવા ઈચ્છતા હોય તે સીધા સેન્ટર પર જઈને ત્યાં રજિસ્ટ્રેશન અને શિડ્યૂલ આપીને તુરંત જ રસી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો