વિશ્વ સમક્ષ નોંધનીય ઉદાહરણ:ડિજિટલાઇઝેશનથી બદલાતું વિશ્વ અને ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિવર્તન સાથે તાલ મેળવતું રાજકોટ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટ સિટીની માત્ર વાતો નહીં પણ કરી બતાવતું આ શહેર આજે આંતરાષ્ટ્રીય કક્ષાએ અનેક સમિટોમાં આગેવાની કરે છે અને ગુજરાતના આ રંગીલા શહેરના વિકાસને વિશ્વ સમક્ષ નોંધનીય ઉદાહરણ તરીકે માનવામાં આવે છે
  • ક્વોલિટી લિવિંગ અને સારી સર્વિસ દરેક ક્ષેત્રમાં મળતા લોકોની જીવનશૈલી બીજા શહેરો કરતાં અલગ : ઇનોવેશનમાં માનતું શહેર, આંરતરાષ્ટ્રીય સ્તર પર અનેક સન્માન અને એવોર્ડ સાથે ચમકતું થયું છે

રાજકોટ આવનારા સમયમાં સ્માર્ટ સિટીમાં પરિપૂર્ણ રીતે પરિવર્તિત થવા જઇ રહ્યું છે. ગ્રોથ ઇંડેક્સમાં વિશ્વમાં 22માં નંબરે આવતા રાજકોટએ આજે વિકાસની હરણફાળ દોટ મૂકી છે. રાજકોટને સ્માર્ટ સિટીની અગ્રિમ હરોળમાં બેસાડવા માટે સરકાર અને શહેરીજનોની સાથો સાથ અહીના ઉદ્યોગ સાહસિકો અને અનેક હસ્તીઓ સતત પ્રયત્નશીલ છે. જેથી આવનારા સમયમાં રાજકોટ પણ એક સ્માર્ટ સિટીની પંગતમાં સફળતાપૂર્વક બિરાજમાન થશે. રાજકોટમાં હાલ સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ પ્રોજેક્ટ્સ પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યા છે.

જેમાં અટલ સરોવર, આજી રિવરફ્રન્ટ ,એઇમ્સ હોસ્પિટલ અને રાજ્યનું વિશાળ અને પ્રથમ ગ્રીન ફિલ્ડ હીરાસર એરપોર્ટ જેવા પ્રોજેક્ટ્સ વિકાસ પામી રહ્યા છે. આ ઘટક આવનારા સમયમાં રાજકોટમાં જમીન અને પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો લાવશે. જેથી રોકાણકારો માટે જમીન કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માટેનો શ્રેષ્ઠ સમય માનવમાં આવી રહ્યો છે.

અત્યારે રાજકોટમાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાથી આવનારા થોડાક જ સમયમાં જમીનનું સારું એવું વળતર મળી શકે છે. આ સિવાય રાજકોટએ ભવ્ય સ્માર્ટ સિટી બનવાથી ત્યાના મેડિકલ, એંજીન્યરિંગ અને આઈટી વગેરે જેવા ક્ષેત્રોમાં ઘણો એવો વિકાસ જોવા મળશે. જેનાથી રાજકોટના યુવા ધનને રોજગાર મેળવવા માટે સ્થળાંતર નહી કરવું પડે.

જેથી પોતાની ધરતી પર જ શિક્ષણ લઈને ત્યા જ રોજગાર મેળવીને સ્થાયી થઈ શકે છે. ઉપરાંત આ દરેક ક્ષેત્રમાં વિકાસ થવાથી શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ અહી વિકાસ પામશે જેના દ્વારા ખુબ જ સરળ રીતે બધી જ સુવિધાઓ પ્રાપ્ત થશે. આવી શ્રેષ્ઠ સગવડો મળવાથી અહિયાં વ્યાપારિક ક્ષેત્રે ઘણી એવી પ્રગતિ થશે.

આ વિકસતા સમયમાં ત્યાની બધી જ પ્રોપર્ટી હાલના સમયમાં ઓછી કિમતે ઉપલબ્ધ છે જેથી વ્યાપાર સાહસિક લોકો માટે પણ ઇન્વેસ્ટમેન્ટ માટેની શ્રેષ્ઠ પળ માનવમાં આવી રહી છે. પરિવહન અને તેને લગતા વિવિધ પાસાઓમાં પણ વિકાસ થતો જોવા મળે છે. જેમાં રાજકોટ-અમદાવાદ 6 લેન હાઇવે, રાજકોટ-મોરબી 4 લેન હાઇવે વગેરે જેવા હાઇવે પ્રોજેક્ટ્સ પણ પ્રગતિમાં છે.

આ ઉપરાંત દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવું ગાંધીજીના જીવન ચરિત્રને દૃશ્યમાન કરતું ગાંધી મ્યુઝિયમનો વિકાસ રાજકોટનો આવનારો સુવર્ણકાળ સૂચવે છે. આ સહિત રેસકોર્સ 2, સાયન્સ સિટી અને રૈયા સ્માર્ટ સિટી જેવા પ્રોજેક્ટસ પણ સતત વિકાસ પામતા રહેલા છે. જે શહેરને એક નવો અવતાર આપવા માટે સક્ષમ બન્યા છે.

ઉપરાંત રાજકોટના રૂડા વિસ્તારમાં નવો રિંગ રોડ અને તેની સાથે નવી પંદર જેટલી ટીપી સ્કીમ વિકસાવવાનો નિર્ણય અહી ગ્રોથના નવા દ્વારા ખોલે છે. જેની સાથે રાજકોટમાં રોડ વિકસાવવામાં આવી રહ્યા છે જેમાં વરસાદનું પાણી સીધું સરોવરમાં જઈ શકે અને આવનારા સમયમાં પાણી ભરાવા જેવી સમસ્યાનો ઉકેલ આવી શકે.

રાજકોટએ વિકાસની હરણફાળ કૂદ લગાવી રહ્યું છે ત્યારે રાજકોટમાં પાણી, ભૂગર્ભ ગટર, વીજળી સહિતની માળખાકીય સુવિધાઓ તો ઘણા વર્ષોથી સતતપણે ઉપલબ્ધ છે અને આ સહિત વર્તમાન સમયને અનુરૂપ દુનિયાની લેટેસ્ટ ટેક્નોલોજી સાથે તાલ મેળવીને શહેરમાં અત્યાધુનિક સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

જેનાથી આવનારા દસકામાં કલ્પી ન શકાય એ પ્રકારની આધુનિકતા સાથેનું રાજકોટ જોવા મળશે. રાજકોટ આઈ- વે પ્રોજેક્ટ્ અંતર્ગત શહેરની સુરક્ષામાં વધારો કરવા માટે આશરે ૯૫૦થી વધુ સીસીટીવી સર્વેલન્સ નેટવર્ક કાર્યરત કરવામાં આવી રહ્યું છે.

આ સિવાય આર્થિક રીતે જોવા જઈએ તો વર્લ્ડ બેન્કના મેમ્બર સંગઠન ઇન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન ( આઈ.એફ.ઇ)ના રિપોર્ટ પ્રમાણે આગામી ૨૦૩૦ સુધીમાં દક્ષિણ એશિયા રિજીયનમાં અંદાજિત ૨.૫ ટ્રિલિઅન જેટલું મૂડીરોકાણ કરી શકે છે, જેમાં રાજકોટ શહેર કલાઈમેટ ક્ષેત્રમાં આશરે ૪ અબજ ડોલરનું રોકાણ મેળવી શકે છે.

ઉપરાંત રાજકોટ આજે વિકાસની સાથે પર્યાવરણ માટે પણ એટલુ જ ઉજાગર બન્યું છે. પર્યાવરણના રક્ષણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં શહેર અગ્રેસર રહ્યું છે. રાજકોટને ઈન્ડિયા ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ(IGBC) દ્વારા ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક વિકાસ અને શહેરી વિકાસ રાજકોટમાં થઈ રહ્યો છે.

ઉપરાંત સ્માર્ટ સિટી બનવાની તૈયારી રાજકોટ તડામાર રીતે કરી રહ્યું છે. જેમાં યુવાનોને વિજ્ઞાનનું જ્ઞાન આપવા માટે રિજનલ સાયન્સ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. જેની સાથે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ માટે કરોડોના ખર્ચે નવ જેટલી જી.આઈ.ડી.સીનું નિર્માણ કાર્ય હાથમાં ધરવામાં આવ્યું છે.

આ પ્રકારની પ્રગતિ શહેરમાં ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણમાં વધારો કરશે અને આ અંતર્ગત હજારો યુવાનોને રોજગારી પ્રાપ્ત કરવામાં મદદ પણ કરશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે નવું અમુલ ફેડ ડેરીનો પ્લાન્ટ બનવાથી કચ્છના મુન્દ્રામાથી ડેરી પ્રોડક્ટસની નિકાસ સરળ બનશે. વિવિધ પાણી પુરવઠા યોજનાઓથી હર ઘર નળના સંકલ્પને સાકરિત કરવામાં આવી રહ્યો છે.

જેથી પાણીની ઉપલબ્ધતાની સમસ્યા રાજકોટ અને સૌરાષ્ટ્રમાથી તદન પણે દૂર થવા પામશે. તથા મહુડીમાં આકાર પામી રહેલું ઇન્ડોર સ્પોર્ટ્સ કોપલેક્ષ આવનારા સમયમાં યુવાનોમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ સાધશે. સિરામિક નગરી ગણાતા મોરબીને અમદાવાદ સુધી કનેકટીવીટી આપવા માટે 4 લેન હાઇવે તૈયાર થઈ રહ્યો છે જે સિરામિક ઉદ્યોગને સરળ પરિવહન કનેક્ટિવિટીથી બમણો વેગ આપશે.

ઉત્તમ ટેક્નિક દ્વારા દેશમાં છ જગ્યાએ નવતર મકાનો બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું જેમાં રાજકોટને પણ પસંદ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ફ્રાંસની ટનલ વોલ ટેક્નિકથી લાઇટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત ૧૧૪૪ ઘર બનાવવામાં આવ્યા છે જે સામાજિક અને પાયાઓની સગવડ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.

આની સાથે રાજકોટમાં નવા હીરાસર એરપોર્ટની સાથે નવા એસ.ટી બસ સ્ટેન્ડ બનવાથી શહેરીજનોને અવર જવર માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ એસ.ટી સ્ટેન્ડની ભેટ મળવા પામી છે. હીરાસર એરપોર્ટની બાજુમાં જ એક ૧૪ એકર જમીનમાં લોજિસ્ટિક પાર્ક બનાવવામાં જય રહ્યો છે જેમાં એરક્રાફ્ટના મેઇનટેનેન્સ સહિત પાર્ટસ રિપલેશમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગર પાલિકા અને રાજકોટનું વિઝન છે કે આવનારા દિવસોમાં લોકો રાજકોટને માત્ર એક શહેર નહીં પણ સુવિધાઓથી સજજ, ટ્રાફિકની સમસ્યાથી મુક્ત, ખેલ જગતમાં મોખરે, કુદરતી સંસાધનોથી વધુમાં વધુ લાભ પામતું, આંતરાષ્ટ્રીય કક્ષાએ ટ્રેડ અને બિઝ્નેસ કરતું સ્વચ્છ અને સુંદર શહેર તરીકે નામના પામે એ પ્રકારે ગ્રોથ કરે.

રાજકોટ શહેરના વિકાસ માટે વહીવટી તંત્ર, શહેરીજનો અને ખાસ કરીને અહીના ઉદ્યોગસાહસિકો સતત પ્રયત્ન કરે છે શહેરના આર્થિક અને સામાજિક વિકાસને વધુ વેગ આપવી શકે. શહેરના વિકાસના પ્રોજેક્ટમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ નેટવર્ક ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

આ જગ્યાએ ઓટોપાર્ટસ , જ્વેલરી, રમકડાં, સિરામિક્સ, બ્રાસ પાર્ટસ, આયાત-નિકાસ, જમીન લે-વેચ, મિકેનિકલ પાર્ટસ મેન્યૂફ્રેક્ચરિંગ, ગારમેન્ટ, બાંધણી, ફૂડ ઈન્ડસ્ટ્રીઓ સૌથી વધુ આવેલ છે. જેથી રાજકોટને ઉદ્યોગો માટે રંગીલું શહેર માનવામાં આવે છે.

  • રીઅલ એસ્ટેટ ક્ષેત્રે લક્ઝરીયસ અને અફોર્ડેબલ એમ બંને સેગમેન્ટમાં મળી રહેતા વિકલ્પો : લે-વેચમાં વધુ ટ્રાન્સપરન્સી એટલે સરળતાથી પાર પડતાં સોદાઓ ઉદાહરણરૂપ
  • અહી ઇન્વેસ્ટમેન્ટ એટલે ભવિષ્યના ભારે વળતરનો સોદો : અહીના લોકોમાં એક્સપેન્સ કેપેસિટીમાં વધારો થતાં માર્કેટમાં મંદીની કોઈ અસર નહીં
અન્ય સમાચારો પણ છે...