તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનરાધાર વરસાદ:ધોરાજીમાં મેઘરાજા ઓળઘોળ, વીજળીના કડકા ભડાકા સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તા નદી બન્યા, દુકાનોમાં પાણી ઘૂસ્યા

રાજકોટ13 દિવસ પહેલા
ધોરાજીમાં ધોધમાર વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા.
  • રાજકોટમાં સોરઠિયા વાડીમાં ધોધમાર, જંક્શન, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ
  • ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી

ધોરાજીમાં મેઘરાજા ઓળઘોળ બન્યા હોય તેમ બપોર બાદ અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે. આથી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. ધોધમાર વરસાદથી રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં હતા. ત્રણ ઇંચ વરસાદથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે ઉપલેટામાં ભેંસો તણાઈ ગઈ છે અને સાથે જ લોકો પણ ભારે હાલાકીને સામનો કરી રહ્યા છે.

ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી પાણી.
ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી પાણી.

રાજકોટમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજથી સાત દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજકોટમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને 3.30 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી. શહેરના જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તેમજ સોરઠિયાવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ધોરાજીમાં રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં.
ધોરાજીમાં રસ્તા પર નદીની જેમ પાણી વહ્યાં.

સોરઠિયાવાડીમાં ધોધમાર વરસાદ
સોરઠિયાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં હજુ તડકો જોવા મળી રહ્યો છે. જોકે અહીં પણ સાંજ સુધીમાં મેઘરાજા મંડાય જાય તેવી આશા સૌ રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યાં છે.

ધોરાજીમાં રસ્તા પર પાણી ભરાયા.
ધોરાજીમાં રસ્તા પર પાણી ભરાયા.

રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
રાજકોટમાં ધીમીધારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરીજનો હજી પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે. આગાહીના કારણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. રાજકોટ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેચાતા કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકો સુકાવા લાગ્યા છે. ત્યારે વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં પાક બચી જશે તેવી આશા જાગી છે.

ગોંડલમાં ધોધમાર વરસાદ.
ગોંડલમાં ધોધમાર વરસાદ.

ગોંડલમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ગોંડલના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગોંડલના બિલિયાળા, ભુણાવા, હડમતાળા, જામવાડી, ગોમટા, સહિતના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ કોટડાસાંગાણી તાલુકાના નાની મેંગણી, સાંગણવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વરસાદને લઈને રોડ પર પાણી વહેતા થઇ ગયા હતા.

રાજકોટના જંક્શન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા.
રાજકોટના જંક્શન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા.

ગઇકાલે પડધરી અને કોટડાસાંગાણીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
ગઇકાલે પડધરી અને કોટડાસાંગાણી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ મગફળીનું વાવેતર સૌથી વધુ થયું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 4.60 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. બીજી તરફ હાલ વરસાદી ખેંચથી મગફળીના પાકમાં ઉગસૂક રોગ તરખાટ મચાવી શકે તેમ છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ.
ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ.

મગફળીના પાકને ઉગસૂક રોગથી બચાવો
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાના જણાવ્યા મુજબ મગફળીના પાકને ઉગસૂક રોગથી બચાવવા પિયતની સુવિધા હોય તો સમયસર પિયત આપવું જોઈએ. જો રોગની તીવ્રતા વધુ જણાય તો આંતરખેડ મુલતવી રાખવી જોઈએ. જોકે સમયસર વરસાદ થાય તો મગફળીનો પાક ઉગસૂક રોગથી બચી જાય તેમ છે. સાથે જ જો વાવેતર બાકી હોય તો વધારે ઉંડુ ન કરવું જોઈએ.

ધોરાજીમાં ધોધમાર વરસાદ.
ધોરાજીમાં ધોધમાર વરસાદ.

(ભરત બગડા, ધોરાજી/દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...