રાજકોટ જેલમાં ફરી એક વખત પાકા કામના કેદીએ આત્મહત્યાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં સંડોવાયેલા પાકા કામના કેદીએ વધુ દવાના ટીકડા પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બી-ડિવીઝન પોલીસ સ્ટેશન હેઠળ ગુનો નોંધાયો હતો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી મિતેન ઉર્ફે રાજૂ અરવિંદભાઇ દુબલ નામના પાકા કામના કેદીએ બિમારીની વધુ પડતી ટીકડીઓ પી લેતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે કેદી ભાનમાં આવ્યા બાદ નિવેદન નોંધી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મિતેન ઉર્ફ રાજૂ વિરૂદ્ધ એ-ડિવીઝન પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તે પાકા કામના કેદી તરીકે જેલમાં સજા કાપી રહ્યો છે.
3 મહિના પહેલા પણ જેલમાં કેદીએ આપઘતાનો પ્રયાસ કર્યો હતો
રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે અરવિંદ કેશુભાઇ રાઠોડ (ઉં.વ.45) અને સુરેશ ધનજીભાઇ મકવાણા (ઉં.વ.38) સજા કાપી રહ્યાં છે. હત્યાના ગુનામાં સામેલ અને ભાવનગરના વતની બંને કેદીએ છેલ્લા ઘણાં સમયથી જેલમાં હતા. ત્રણ મહિના પહેલા તેમણે રાતે કાચ ખાઇ લેતાં હોસ્પિટલમાં ખસેડાતાં પ્રદ્યુમનનગરના ASI કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.