તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 18 માર્ચે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી 67 કેસ થઈ ચૂક્યા છે. આટલા દિવસો દરમિયાન ત્રણ લોકડાઉન જાહેર થયા છે. ત્યારથી અત્યાર સુધી શું થયું અને શું થઈ રહ્યું છે તે વિશેનું આખું વિશ્લેષણ કરવા અને હવે ભવિષ્યને ધ્યાને રાખીને શું કરવું જોઈએ તે માટે દિવ્ય ભાસ્કરે શહેરના અગ્રણી તબીબોનો વેબીનાર મારફત ટોક શોનું આયોજન કર્યુ હતું. જેના મોડેરેટર તરીકે આઈએમએ નેશનલ પ્રેસિડેન્ટ ડો.અતુલ પંડ્યા રહ્યા હતા. સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ ડો. હિરેન કોઠારી, રાજકોટ પ્રેસિડેન્ટ ડો.જય ધિરવાણી, ક્રિટિકલ કેસ સોસાયટી ઓફ રાજકોટના ડો.મયંક ઠક્કર અને ડો. જયેશ ડોબરિયા તેમજ સિવિલમાં ચાલતી કોવિડ-19 હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. મહેશ રાઠોડ જોડાયા હતા અને 1.25 કલાક ચર્ચા ચાલી હતી. આઈએમએના તમામ તબીબોએ સ્પષ્ટ મત આપ્યો છે કે, જંગલેશ્વર સિવાયનો રાજકોટનો વિસ્તાર કોરોનાથી મુક્ત છે પણ જે બહારથી લોકો આવી રહ્યા છે તેમની નિષ્કાળજીને કારણે ચેપ ફેલાઈ શકે છે અને સ્થિતિ બગડી શકે છે. લોકડાઉનના ત્રણેય ફેઝ તેમણે સમજાવ્યા હતા અને તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરની સમસ્યા અને આગામી પોલિસી માટે ડો.અતુલ પંડ્યાએ ગંભીરતા જણાવી હતી જ્યારે ડો.મહેશ રાઠોડે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કેવી સારવાર અપાય છે તે વિશે જણાવ્યું હતું. તમામ તબીબોએ એકબીજાને પ્રશ્નો પણ કર્યા હતા.
IMAનો સ્પષ્ટ મત : લોકોને ક્વોરન્ટાઈન કરો, ટેસ્ટ વધારો
આઈએમએના તબીબોનો સ્પષ્ટ મત છે કે, 80 ટકાથી વધુ કેસ એસિમ્ટોમેટિક છે તે ગમે ત્યાં ચેપ ફેલાવી શકે. આવી સ્થિતિમાં મોટાપાયે અવર જવર શરૂ કરી છે. હવે દર્દીઓ રાજકોટમાં પોઝિટિવ આવે છે કે બહારથી ચેપ લાવે છે. આ લોકો નાના બોમ્બ જેવા છે તે આસપાસના લોકોમાં ચેપ આપી શકે છે. આમ કરીને તો જે વિસ્તારમાં ચેપ નથી ત્યાં પણ કેસ આવી જશે. આ માટે બહારથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરાય તેમજ ટેસ્ટ શક્ય તેટલા વધારીને એસિમ્ટોમેટિકને શોધીને તેમને અલગ રાખવા જોઈએ. માસ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.
લોકડાઉનના ત્રણ ફેઝ વિશે ડો.જય ધિરવાણી, ડો. મયંક ઠક્કર અને ડો. જયેશ ડોબરિયાનું વિશ્લેષણ
લોકડાઉન 1.0 - અનિવાર્ય જ હતું, લોકોમાં જાગૃતિ જગાવી
લોકડાઉન હવે કેટલું ચાલશે તેના પર ઘણી ચર્ચા થઈ શકે છે પણ પહેલું લોકડાઉન જરૂરી જ હતું તેમા કોઇ બેમત નથી. કારણ કે, આપણે જાણીએ છીએ વાઇરસ નવો છે અને કોઇને પણ ચેપ લાગી શકે છે. આપણી વસતી 130 કરોડ છે જો તે ચેપ એકદમથી ફેલાઈ જાય તો આપણી પાસે એવા કોઇ રિસોર્સ કે વ્યવસ્થા જ પૂરતી ન હતી કે આપણે લડી શકીએ. આ કારણે લોકડાઉન જરૂરી જ હતું અને પછી તેના પરથી વધુ સમય માટે બીજુ લોકડાઉન પણ લાગુ કરાયું હતું. આ સમય દરમિયાન આઈએમએ તબીબો અને લોકો માટે સક્રિય રહ્યું હતું. માસ્ક, પીપીઈ કિટ અને વેન્ટિલેટર માટે મહેનત કરી અને પૂરતા મળે તે માટે વ્યવસ્થા કરી. જાહેર સ્થળોએ પણ વાઇરસનો ચેપ ન લાગે તે માટે ડિસઈન્ફેક્ટ કઈ રીતે કરવું તે માટે તંત્ર સાથે બેઠક કરી હતી.
લોકડાઉન 2.0 - સારવારને દિશા મળી, દર્દીની સંખ્યા વધી
લોકડાઉન 2.0 શરૂ થયું ત્યારે લોકોમાં ધીરજ ખૂટી હતી પણ હવે એ સમય હતો કે લોકલ ટ્રાન્સમિશન શરૂ થયું હતું. એસિમ્ટોમેટિક દર્દીઓ સામે આવી રહ્યા હતા અને પોઝિટિવ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટ પોઝિટિવ આવી રહ્યા હતા. હવે ક્વોરન્ટાઈન કરેલા લોકોમાં પોઝિટિવ આવ્યા હતા. સારવારની દૃષ્ટિએ લોકડાઉન 2.0માં થોડી વધુ સ્પષ્ટતા થઈ હતી. વિદેશના તબીબો અને દેશના અન્ય રાજ્યો સાથે સતત ચર્ચા કરતા ખ્યાલ આવ્યો કે, આપણી પેથોલોજી અલગ છે. આપણે ટ્રીટમેન્ટ સારી રીતે સમજી શક્યા જેને કારણે આ સમયમાં દર્દીઓને સાજા થવાની સંખ્યા વધવા લાગી. અમદાવાદમાં આ દરમિયાન ધીરે ધીરે કોરોના માટેની હોસ્પિટલ વધવા લાગી. પણ ધીરજ ખૂટતા લોકો બહાર નીકળવા લાગ્યા અને તેને કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ વધી રહ્યું હતું.
લોકડાઉન 3.0 - હવે કોરોના પોઝિટિવને હોસ્પિટલની જરૂર નહીં
પહેલા ફેઝમાં ઉત્સાહ હતો અને ધીરજ હતી બીજા ફેઝમાં લોકોની ધીરજ ખૂટી પણ ત્રીજા ફેઝમાં એવું નથી લાગતું કે લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. હવે માનસિક સમસ્યા વધી રહી છે. સારવારમાં ઘણી ગાઈડલાઈન આવી છે. પહેલા પોઝિટિવ દર્દી બધાને એક જ સાથે દાખલ કરાતા હવે ત્રણ કેટેગરીમાં રખાય છે અને એસિમ્ટોમેટિકને હોસ્પિટલની જરૂર નથી. આપણી પ્રજા સમૂહમાં રહેવા લોકોની વચ્ચે રહેવા ટેવાયેલી છે તેને એકલા ગમતું નથી. એકથી બીજા જિલ્લાઓમાં જવાની ઉતાવળ છે તે આ લોકડાઉનની નિષ્ફળતા છે. જે લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા છે તેના ચેકઅપ થતા હશે પણ પેરાસિટામોલ લઈને તાવ છુપાવે છે. સારામાં સારી વ્યવસ્થા છે આમ છતાં ક્વોરન્ટાઈન રહેવું નથી. જો આવું જ ચાલશે તો રાજકોટમાં પણ અમદાવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે.
ટ્રાયલ ડ્રગની 1 ટેબ્લેટ 1000 ડોલરની મળશે, કાળજી જ રાખવી
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.