તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:રમકડાના ઉત્પાદનમાં રાજકોટ બની રહ્યું છે આત્મનિર્ભર, સાૈથી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટના 30થી વધુ ઉત્પાદકોએ ટોય પાર્કમાં જોડાવવાની તૈયારી બતાવી

કોરોના પછી રાજકોટ રમકડાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું છે. શહેરમાં સ્થાનિક કક્ષાની રમકડા બનાવતી અનેક કંપની શરૂ થઇ છે. રાજકોટમાં બનતા અમેરિકા, યુકે, યુરોપ,આફ્રિકા,બાંગ્લાદેશ, નેપાળમાં એકસપોર્ટ થાય છે. આ ઈન્ડસ્ટ્રીઝમાં મેન પાવર સરળતાથી મળી રહેતા રમકડા બનાવવા માટે ડિઝાઈનીંગ,મોલ્ડિંગ, પ્રોડકશન, પેકેજિંગ સરળતાથી થઇ શકે છે. રમકડા બનાવતી કંપનીના માલિક ડો.સુભાષભાઈ ઝાલા જણાવે છે કે, કોરોના બાદ રાજકોટમાં બનતા રમકડાની ડિમાન્ડ પહેલા કરતા વધી છે. ઈન હાઉસમાં જ ડિઝાઈનીંગ, મોલ્ડિંગ, એસેમ્બલિંગ, પેકેજીંગ યુનિટની સુવિધા હોવાથી ઉત્પાદન મોટા પ્રમાણમાં કરી શકાય છે.

જો રાજકોટમાં ટોય પાર્ક શરૂ થશે તો સુવિધા અને રોજગારી બન્નેમા વધારો થશે.કોરોના બાદ અહીં બનતા રમકડાં વિશે ઇન્કવાયરી વધી છે. સ્થાનિક ઉપરાંત ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય એમ તમામ માર્કેટમાં ડિમાન્ડ નીકળી છે. સૌથી વધુ ડોકટર સેટ, કિચન સેટ, ઢીંગલી અને કારની ડિમાન્ડ વધુ છે. અહીં બનતા રમકડાં વિશે બાળકોની સાથે સાથે તેના માતા પિતા પણ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

સાૈથી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે
રાજકોટમાં રમકડા બનાવતી કંપની 10 લાખ જેટલા પ્રમોશનલ ટોયઝનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. આત્મનિર્ભર અંતર્ગત લોકોની સ્વદેશી ચીજવસ્તુ તરફ વલણ વધ્યું છે. તેમજ ચાઈનીઝ રમકડા પર 60 ટકા જેટલી ઈમ્પોર્ટ ડયુટી તેમજ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ફરજિયાત કરાતા ચાઈનીઝ રમકડા સામે ભારતીય રમકડાનું બજાર ઉંચકાયું છે. આ ઈન્ડસ્ટ્રીઝ મારફતે સૌથી વધુ મહિલાઓને રોજીરોટી મળે છે.તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોરભાઈ મોરી જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...