તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી મુસીબત:રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શન અને ફેબીફલુ બાદ દવા બાદ હવે એમ્ફોટેરિસીન ઈન્જેક્શનની પણ અછત

રાજકોટ3 મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • મ્યુકોરમાઈકોસીસના કેસોમાં ઉછાળા સાથે ઇન્જેક્શનની અછત સર્જાઇ

કોરોનાની બીજી ઘાતક લહેરમાં અનેક સમયે સરકારની નિસફળતા સામે આવી છે. ઘાતક બીજી લહેરમાં હોસ્પિટલમાં સારવાર માટે બેડ થી અછત શરૂ થઇ જે બાદ ઓક્સિજન, રેમડેસીવીર, ટોસીલીઝુમેબ ઇન્જેક્શન અને છેલ્લે બાકી હતું તો ફેબીફ્લુ દવાની અછત સર્જાઈ હતી. ત્યારે હવે કોરોનાની પોસ્ટ ઇન્ફેક્શનમાં ફંગલ ઈન્ફેક્શનની સારવાર માટે વ્યાપક રીતે વપરાતા 'એમ્ફોટેરિસીન' ઈન્જેક્શનોની તંગી સર્જાઇ છે..

'એમ્ફોટેરિસીન' ઈન્જેક્શનોની તંગી સર્જાઇ છે
કોરોનાની બીજી ઘાતક લહેર બાદ કોરોના પોઝિટિવ દર્દીને કોરોના નેગેટિવ થયા બાદ પોસ્ટ ઇન્ફેક્શન નું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જેમાં કોરોના મટી ગયા પછી દર્દીઓમાં કોરોના કરતા અનેક ગણા વધુ ભયાનક, જીવલેણ રોગનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મ્યુકોરમાઈકોસીસનું પ્રમાણ વધી જતા અનેક દર્દીઓએ પોતાની આંખ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમયે ફંગલ ઈન્ફેક્શનની સારવાર માટે વ્યાપક રીતે વપરાતા 'એમ્ફોટેરિસીન' ઈન્જેક્શનોની તંગી સર્જાઇ છે તો ક્યાંક કાળા બજારી પણ થઇ રહી છે.

'એમ્ફોટેરિસીન' ઈન્જેક્શનોની તંગી સર્જાઇ છે
'એમ્ફોટેરિસીન' ઈન્જેક્શનોની તંગી સર્જાઇ છે

મ્યુકોમાઈકોસીસના કેસો રોજ 30થી વધુ નોંધાઇ રહ્યા છે
રાજકોટ શહેરમાં ઈએનટી સર્જનોને ત્યાં રાજકોટમાં વર્ષે એકલ-દોકલ કેસ માંડ નોંધાતા હતા તેની સામે મ્યુકોમાઈકોસીસના કેસો રોજ 30થી વધુ નોંધાઇ રહ્યા છે. જેની સારવારમાં ઉપરોક્ત એન્ટી ફંગલ ઈન્જેક્શન જ મુખ્યત્વે વપરાય છે. આ ઈન્જેક્શન એકાદ માસ સુધી દર્દીને આપવા પડે છે. એકાએક માંગ વધતા અછત જરૂર સર્જાઇ છે પરંતુ આ મહામારી ના સમયમાં આ અછત નો ગેરલાભ ઉઠાવી કેટલાક કાળા બજારીયાઓ ઈન્જેકશનની કાળા બજારી કરતા પણ સામે આવ્યા છે. જેમાં 2500 રૂપિયાના ઇન્જેક્શનની 8000થી 10,000 સુધી બેફામ કલાબજારી ચલાવી રહ્યા છે.

સ્ટીરોઈડનો આડેધડ ઉપયોગ થયો હોય તો આ રોગનો ખતરો વધી જાય
CMએ મ્યુકોમાઈકોસીસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતા આ માટે સમીક્ષા બેઠક યોજી હતી અને રાજકોટ સહિત સિવિલ હોસ્પિટલમાં આ રોગની સારવાર માટે ખાસ વોર્ડ પણ શરૂ કરાયો છે. આ રોગ મુખ્યત્વે ડાયાબીટીસ વધી ગયું હોય અને કોરોના થાય ત્યારે અને સારવારમાં ઓક્સીજન ચડાવતી વખતે વપરાતા પાણી, માસ્ક તથા નસિકાની સફાઈમાં સ્ટીરોઈડનો આડેધડ ઉપયોગ થયો હોય તો આ રોગનો ખતરો વધી જાય છે.

પૂરતા ઈન્જેક્શનોનો બંદોબસ્ત પણ કરાયો નથી
રાજકોટ ઉપરાંત મોરબી, જુનાગઢ , જામનગરમાં આ રોગના અનેક દર્દીઓ રાજકોટમાં દાખલ થયા છે. આશ્ચર્યની વાત એ છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે કોરોના પહેલા વેવમાં ટોચ પર હતો ત્યારે પણ આ કેસો વધ્યા હતા પરંતુ, હવે તેના કરતા અનેકગણો વધારો થયો છે.આ રોગ થવાનું જોખમ હોવાનું સરકાર અને સિવિલ સર્જનોના ધ્યાનમાં પહેલેથી જ છે છતાં તેને અટકાવી તો શકાયો નથી પરંતુ, તે માટે પૂરતા ઈન્જેક્શનોનો બંદોબસ્ત પણ કરાયો નથી. કોરોનાથી રાજ્યમાં હજુ એક ટકા વસ્તી જ સંક્રમિત થઈ અને સંક્રમિતોમાં પણ 10થી 20 ટકા જ ગંભીર બનતા હોય છે છતાં રેમડેસિવિર ઈન્જેક્શન, ટોસિલુઝુમેબ, ફેબીફ્લુ દવાથી માંડીને ઓક્સીજન, બેડ સહિતની તંગી સર્જાવા લાગી છે.