તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજીબ કિસ્સો:રાજકોટમાં પત્નીથી ત્રસ્ત પતિએ લાંબો સમય જેલમાં રહેવા જીદ પકડી, પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશન જ સળગાવ્યું, ધરપકડ

રાજકોટએક મહિનો પહેલા
આગ લાગતા પોલીસમાં અફરાતફરી મચી ગઇ હતી.
  • પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને IPC 436 મુજબ ગુનો નોંધ્યોઃ PI

રાજકોટમાં પતિના ત્રાસથી પત્ની કંટાળીને પોલીસમાં ફરિયાદ કરતી હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. પરંતુ પત્નીના ત્રાસથી કંટાળેલા પતિઓ ફરિયાદ નોંધાવતા હોય તેવા કિસ્સા જુજ બનતા હોય છે. આજે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. શહેરના જામનગર રોડ પર બજરંગ પોલીસ સ્ટેશનને જ પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ સાથે પેટ્રોલ છાંટી આગ લગાડી હતી. જોકે, પોલીસે તેની ધરપકડ કરી ફરિયાદ નોંધી છે.

આસપાસમાંથી વેપારીઓ દોડી આવ્યા અને આગ બૂઝાવી
પોલીસ સ્ટેશનમાં આગ લાગતા જ આસપાસમાંથી વેપારીઓ દોડી આવ્યા હતા. વેપારીઓએ પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લગાડનાર શખસનું નામ દેવો હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસ પૂછપરછમાં દેવો પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો. આથી તે લાંબો સમય સુધી જેલમાં રહેવા માગતો હતો. તેણે પોલીસ સ્ટેશનના દરવાજા પર પેટ્રોલ છાંટી આગ લગાડી દેતા પોલીસમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે તુરંત જ દેવાની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ સ્ટેશનનો દરવાજો સળગ્યો.
પોલીસ સ્ટેશનનો દરવાજો સળગ્યો.

ઘર કંકાસ અને આર્થિક ભીંસ કારણભૂત
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.વાળાએ આ અંગે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન સળગાવનારનું નામ દેવજી ઉર્ફે દેવો ચાવડા છે. ઘર કંકાસ અને આર્થિક ભીંસ હોવાથી કામ નથી કરવું જેલમાં જ રહેવું છે તેમ કહી આગ લગાડી હોવાનું આરોપી યુવકનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. હાલ પોલીસે યુવકની ધરપકડ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને IPC 436 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનને નુકસાન પહોંચ્યું.
પોલીસ સ્ટેશનને નુકસાન પહોંચ્યું.

અગાઉ પણ પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ઝેર પીધું હતું
રાજકોટમાં બે મહિના પહેલા પણ પત્નીના ત્રાસથી પતિએ કંટાળી ઝેરી દેવા પી લીધી હતી. જેમાં મૂળ બાબરાના ખોરખાણા ગામના યુવાને પત્ની તથા મહિલા પોલીસ સ્ટેશનના ત્રાસથી કંટાળી આજીડેમ બગીચામાં મોનોકોટો દવા પી આપઘાતનો પ્રયાસ કરતા કર્યો હતો. જેમાં યુવકના ભાઈ દ્વારા બન્ને મહિલાઓ વિરુદ્ધ રૂ.15 લાખની માગણી કરતા હોવાનો આક્ષેપ લગાડ્યો હતો. હાલ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આજીડેમ પોલીસે યુવકને ત્રાસ આપનાર તેની પત્ની સહિત સાસરિયા સામે આપઘાત કરવા ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ સ્ટેશન સળગાવનારો શખ્સ દવજી ઉર્ફે દેવો ચાવડા
પોલીસ સ્ટેશન સળગાવનારો શખ્સ દવજી ઉર્ફે દેવો ચાવડા