કલેક્ટરની મુલાકાત:રાજકોટના હીરાસર એરપોર્ટ પ્રોજેક્ટની 64 ટકા કામગીરી પૂર્ણ, બાઉન્ડ્રી વોલ 60 તો પાર્કિંગ ટેક્સી ટ્રેકનું કામ 100 ટકા પૂર્ણ

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરે અધિકારીઓ સાથે એરપોર્ટસ્થળની મુલાકાત લીધી હતી - Divya Bhaskar
કલેક્ટરે અધિકારીઓ સાથે એરપોર્ટસ્થળની મુલાકાત લીધી હતી

રાજકોટના હિરાસરમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે. જેની કલેક્ટર અરુણ મહેશ બાબુએ મુલાકાત લઈને સંબધિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મહેશ બાબુએ એરપોર્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી છે.

કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી હતી
કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક કરી હતી

આ પ્રસંગે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ કલેક્ટરને વિવિધ કામોની માહિતી પૂરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત થયેલું એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. હાલમાં રન-વેની 2600 મીટરની કામગીરી પૂર્ણતાના આરે છે. જ્યારે બાકીના વધારાના રન-વે માટે નદી પર જરૂરી બોક્સ કલવર્ટની 300 મોટરની કામગીરી અગ્રતાના ધોરણે ચાલી રહી છે.

બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરી 72 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. ઇન્ટરિમ ટર્મિનલ અને ફાયર સ્ટેશનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેઈન ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થતાં પહેલાં મોબાઈલ ટાવર ટર્મિનલની સુવિધા ઉપલબ્ધ કરાશે. એરપોર્ટની નિર્માણની કામગીરી અવિરતપણે ચાલી રહી છે. જેમાં 600થી વધુ લોકો કામ કરી રહ્યા છે. સમગ્ર પ્રોજેક્ટની 64 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાની માહિતી પ્રોજેક્ટ અધિકારીએ કલેક્ટરને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...