તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે મ્યુકોરમાયકોસિસનો કહેર...!:દેશમાં સૌથી વધુ રાજકોટમાં નોંધાયા મ્યુકરમાઈકોસિસના કેસ; ડો. ગુલેરિયાએ કહ્યું - સારવારમાં રોલ મોડેલ બનાવો, નિષ્ણાતો સાથે ચર્ચા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગુજરાતમાં માત્ર રાજકોટ અને અમદાવાદમાં જ 3 આંકડામાં કેસ નોંધાય છે

મ્યુકરમાઈકોસિસને લઈને એક હાઈ લેવલ વીડિયો કોન્ફરન્સ બુધવારે મોડી રાત્રે રાખવામાં આવી હતી જેમાં એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયા સહિતના નિષ્ણાતો તેમજ સમગ્ર દેશના અગ્રણી તબીબો, ગુજરાતના આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ તેમજ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હતા.

રોજ નવા 50 કેસ દાખલ થાય તેવી શક્યતા
આ બેઠક વિશે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું કે, અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા જેમાં જોવા મળ્યું હતું કે, દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ મ્યુકરમાઈકોસિસના કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. બેઠક ચાલી રહી હતી તે સ્થિતિએ રાજકોટમાં મ્યુકરના 212 કેસ દાખલ હતા હવે દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે.

રાજકોટ મ્યુકરની સારવામાં દેશ માટે મોડેલઃ ડો. ગુલેરિયા
આ મામલે ડો.ગુલેરિયાએ નોંધ લીધી હતી અને રાજકોટમાં થઈ રહેલા પ્રયાસો વિશે જોતા તેમણે સૌથી પહેલા મ્યુકર વોર્ડ શરૂ કરવા, સર્જરી શરૂ કરવા તેમજ ઈન્જેક્શનનો જથ્થો મેળવવા મામલે તંત્રના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, સૌથી વધુ કેસ રાજકોટમાં આવી રહ્યા છે પણ આ રોગ સામે લડવા જે આઈસીએમઆરએ ગાઈડલાઈન બનાવી છે તેમાં પણ 4 તબીબનો મહત્ત્વનો ફાળો છે તેથી રાજકોટને સમગ્ર દેશમાં મ્યુકરની સારવાર માટે રોલ મોડેલ બનાવવું જોઈએ અને તે માટે જે પણ મદદ જોશે તે તમામ સ્તરેથી મળી રહેશે અને માર્ગદર્શન પણ મળી રહેશે.

સૌરાષ્ટ્રનું કેન્દ્ર હોવાથી રાજકોટમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે
ડો. આર.એસ. ત્રિવેદી રાજકોટમાં વધતા મ્યુકરમાઈકોસિસના કેસ વિશે જણાવે છે કે, રાજકોટ સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન છે અને દરેક જિલ્લાના દર્દીઓ રાજકોટ આવી રહ્યા છે. આ ઉપરાંત બરોડાથી પણ દર્દીઓ આવી રહ્યા છે આ કારણે કેસ વધી રહ્યા છે. બીજી તરફ રાજકોટ એકમાત્ર એવું શહેર છે જ્યાં સૌથી પહેલા મ્યુકરમાઈકોસિસ વોર્ડ શરૂ કરાયો તેમજ સર્જરી શરૂ થઈ હતી તેમજ આગોતરી તૈયારી કરીને ઈન્જેક્શનનો જથ્થો પણ મેળવી લેવાયો હતો.

મ્યુકરમાઈકોસિસને લઈને તૈયારી
• સૌથી મોટો 500 બેડની ક્ષમતાનો મ્યુકરમાઈકોસિસ વોર્ડ તૈયાર કરાયો, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વોર્ડ તૈયાર કરવા સૂચના
• સર્જરી માટે સિનિયર તબીબોએ 15 દિવસ પહેલા જ તૈયારી કરી હવે ખાનગી તબીબોની સેવા લેવાશે
• જીએમએસસીએલ એન્ટિ ફંગલ ઈન્જેક્શનની ફાળવણી શરૂ કરે તે પહેલા જ 2.5 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની ખરીદી કરી લેવાઈ જેથી તેની અછત નથી
• બીજી લહેર ચાલુ હતી તે દરમિયાન જ કેસ આવવાનું શરૂ થતા મ્યુકરમાઈકોસિસ માટે તૈયારી આરંભી લીધી
• અત્યારે 212 દર્દી દાખલ છે અને એક જ સપ્તાહમાં 500 દર્દી દાખલ થાય તો શું કરવું તે ગણતરીએ પૂર્વ તૈયારી
• ભાવનગરના ઈએનટી સર્જનોને ડેપ્યુટેશન પર રાજકોટ લાવવાના સૂચન કરાયા

અન્ય સમાચારો પણ છે...