તંત્ર એક્શનમાં:રાજકોટમાં દિવાળીના તહેવારો દરમિયાન 40 જેટલી 108 વાન સ્ટેન્ડ ટુ, તહેવારોમાં હૃદયરોગ અને પ્રસુતિના કેસમાં બમણો વધારો જોવા મળે છે : કો-ઓર્ડીનેટર,108

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પાંચમ સુધી તમામ સ્ટાફ રજા વગર ફરજ પર હાજર

રાજકોટ શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન પણ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજ પર તહેનાત રહેશે. આ અંગે રાજકોટ જિલ્લા કો-ઓર્ડીનેટર વિરલ ભટ્ટએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારો દરમ્યાન 40 જેટલી 108 વાન સ્ટેન્ડ ટુ રહેશે. સામાન્ય રીતે તહેવારોમાં હૃદયરોગ અને પ્રસુતિના કેસમાં બમણો વધારો જોવા મળે છે

તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાયરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોઈ છે. છેલ્લા પાંચ વર્ષના તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર કરી 108ની સર્વિસની જરૂરિયાતમાં કેટલા ગણો વધારો થશે તેનો અંદાજ લગાવી તે મુજબ આરોગ્ય ટીમ સુનિશ્ચિત કરવામાં આવે છે.

શહેરમાં 17 અને જિલ્લામાં 40 જેટલી 108 વાન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ફોરકાસ્ટ મુજબ ટ્રોમાના કેઈસ સામાન્ય દિવસના 20થી 22ની સામે દિવાળીના દિવસોમાં કેસ લગભગ બમણા એટલે કે 45થી 55 જેટલા જોવા મળે છે. જેને લઈને રાજકોટ શહેરમાં 17 અને જિલ્લામાં 40 જેટલી 108 વાન 24 કલાક માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે. પાંચમ સુધી તમામ સ્ટાફ રજા વગર ફરજ પર હાજર રહેશે.

ઓક્સિજન અને દવાનો વધારાનો જથ્થો ઉપલબ્ધ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રોડ અકસ્માત, હૃદય રોગ, તાવ ,પ્રસૂતા મહિલાઓને ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ દ્વારા જ સારવાર સ્થળ પર મળી રહે તે માટે ઓક્સિજન, દવા સહિતનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. લોકો રજાના દિવસોમાં બહાર હરવા ફરવા જતા હોઈ અકસ્માત તેમજ ખોરાકના કારણે રોગો વધવાની સંભાવના વધી જતી હોઈ છે.