તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીના વળતા પાણી:રાજકોટમાં ઠંડી ઓછી થઈ, ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ત્રણ દિવસ આવો જ માહોલ રહેશે ત્યારબાદ ઠંડીમાં નજીવો વધારો થાય તેવી શક્યતા

રાજકોટમાં 3 દિવસથી ઠંડી ઓછી થઈ ગઈ છે તેમાં પણ મંગળવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી, જ્યારે ન્યુનતમ તાપમાન સોમવારે 11 હતું તે વધીને 15 ડિગ્રી સેલ્શિયસ થઈ ગયું છે. જેને કારણે આખો દિવસ ઠંડીનો અનુભવ થયો ન હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવાની દિશા બદલાઈ છે. હાલ સૌરાષ્ટ્રમાં ઉત્તર પશ્ચિમી પવનો છે જેને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનની ગતિ પણ હાલ ખૂબ જ મંદ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બાદ પવનની દિશા ઉત્તર પૂર્વની થશે અને પવનની ગતિમાં પણ વધારો થશે.

જોકે હાલ તો બે ત્રણ દિવસ સુધી હજુ આ મુજબનું જ હવામાન રહે તેવી શક્યતા છે. ત્યારબાદ ન્યુનતમ તાપમાનમાં નજીવો ઘટાડો થશે. મહત્તમ તાપમાન પણ 30 ડિગ્રીની નજીક આવશે આ કારણે આવતા સપ્તાહ સુધી હળવી ઠંડીનો અનુભવ રહેશે. જોકે વધુ ઠંડી પડે તેવો રાઉન્ડ આવે તેવા હજુ કોઇ અણસાર દેખાઈ રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો