તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કમાં રાજકોટે 4 સ્ટાર મેળવ્યા, દેશના 126 શહેરમાંથી માત્ર 9ને 4 સ્ટાર રેટિંગ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ શહેરની ફાઇલ તસવીર.
  • રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાની જાહેરાત
  • ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પણ પસંદગી કરાઈ

ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF)એ ભારતીય શહેરોમા ટેક્લાયમેટ (આબોહવા)ને લગતા પરિમાણો પરનું પ્રથમ પ્રકારનું શહેર આકારણીનું માળખું છે. હાઉસિંગ અને અર્બન અફેર્સ (MoHUA) મંત્રાલયે ફેબ્રુઆરી 2019માં તેની શરૂઆત કરી હતી. ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) અંતર્ગત શહેરોનું તેમની હાલની ક્લાયમેટની પરિસ્થિતિ અને તે અંતર્ગત ક્લાયમેટ રેસિલિઅન્સ માટે શહેરોએ લીધેલા પગલાંઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમાં 126 શહેરે ભાગ લીધો હતો. જેમાં ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્કમાં રાજકોટ શહેરે 4 સ્ટાર મેળવ્યા છે. 126 શહેરમાંથી માત્ર 9ને 4 સ્ટાર રેટિંગ મળ્યા છે. તેમજ ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પસંદગી થઈ છે.

પ્રત્યેક શહેરનું આ 5થી મેટિક એરિયામાં મૂલ્યાંકન કરવામાં આવ્યું
1. એનર્જી અને ગ્રીનબિલ્ડિંગ
2. અર્બન પ્લાનિંગ, ગ્રીનકવર અને બાયોડાઇવર્સિટી
3. મોબિલિટી અને એરક્વોલિટી
4. વોટર મેનેજમેન્ટ
5. વેસ્ટ મેનેજમેન્ટ

શહેરોને તેમની કામગીરીને આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. રાજકોટ શહેરને તેની કામગીરીમા ટેક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) અંતર્ગત 4 સ્ટાર મળ્યા છે. જે જાહેર કરેલા પરિણામોમાં કોઈ પણ શહેરને મળેલ સૌથી વધુ રેન્કિંગ છે. રાજકોટે કરેલી તમામ કામગીરીઓમાંથી શહેરના એનર્જી એફિસિએંટ LED સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટનો સિટીઝ રેડીનેસરિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરે આ મૂલ્યાંકનમાં SDC ફન્ડેડ Capa CITIES પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો.

મનપા કમિશનર અમિત અરોરા પ્રિ-મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરી
ચોમાસાની ઋતુને ધ્યાને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સૂન કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી સાથે મિટિંગ યોજી હતી. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને અત્યંત ગંભીરતાથી હાથ પર લીધો છે અને તંત્રની કામગીરીમાં કચાશ ના રહે તેના પર ખાસ ભાર મુક્યો હતો.

મનપા કમિશનર અમિત અરોરાએ સમીક્ષા બેઠક કરી.
મનપા કમિશનર અમિત અરોરાએ સમીક્ષા બેઠક કરી.

વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય તેની રેડ ઝોનમાં ગણતરી
રાજકોટમાં જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે ત્યાં અધિકારીઓને સ્થળ મુલાકાત કરી સ્થાનિક કોર્પોરેટરો પાસેથી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવા કેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉકેલ લાવી શકાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. સાથોસાથ જે વિસ્તારોમાં વધુ સમય માટે વરસાદી પાણી એકત્ર થતું હોય એ વિસ્તારોને રેડ ઝોન તરીકે આઇડેન્ટિફાય કરી ત્યાં લોકોની ફરિયાદની રાહ જોયા વગર સત્વરે મહાનગરપાલિકાની ટીમ પહોંચે અને વિના વિલંબે પાણી નિકાલની કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

ક્યાં વિસ્તારોમાં પાણી ભરાય છે તેની સંખ્યા સુનિશ્ચિત કરવા આયોજન
શહેરનાં જે રસ્તા કે વિસ્તારમાં પાણી ભરાતા હોય છે ત્યાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મનાં ઉકેલ સુનિશ્ચિત કરવાનાં આયોજન માટે જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેવી શેરીઓ કેટલી? સોસાયટીઓ કેટલી? કોમર્શિયલ એરિયા કેટલા? વગેરે પ્રકારની માહિતી મેળવી તેનો અભ્યાસ કરીને જરૂરી નિષ્કર્ષ પર પહોંચવાની આવશ્યકતા પર ભાર મુકતા મ્યુનિ, કમિશનરે અધિકારીઓને એમ કહ્યું હતું કે, જ્યાં પાણી ભરાવાના પ્રશ્નો આવે છે તેવા સ્થળોએ કુદરતી રીતે પાણીનો કેટલા સમયમાં નિકાલ થઇ જાય છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનું રહે છે.

રેડ ઝોન એરિયા પર CCTVથી નજર રાખી શકાય
જે સ્થળોએ પાણી નિકાલ માટે વધુ સમય લાગતો હોય તેવા સ્થળોને વધુ ગંભીરતાથી ધ્યાન આપવું, પાણી નિકાલ કરવા માટે જે-તે સ્થળને બે ઝોનમાં વિભાજીત કરવા જેમ કે, જ્યાં વધારે પાણી ભરાય છે અને પાણી નિકાલમાં કરવામાં પણ વધારે સમય લાગતો હોય તેવા વિસ્તારોને રેડ ઝોન તેમજ કુદરતી રીતે ઓછા સમયમાં પાણીનો નિકાલ થતો હોય તેવા સ્થળને યલો ઝોન ગણવો. અલબત્ત રેડ અને યલો ઝોનની વ્યાખ્યા એરિયાની ભૌતિક સ્થિતિ ઉપર પણ નિર્ભર રહે છે. રેડ ઝોન એરિયા પર CCTVથી નજર રાખી શકાય.

અન્ય સમાચારો પણ છે...