• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Fire Victim's Son Suffers: Ventilator Was To Be Removed In Two Days, Health Was Improving. The Punishment Should Be Exemplary '

એક વર્ષ પછી પણ એજ વેદના:રાજકોટ અગ્નિકાંડમાં ભડથુ થનારના પુત્રની વેદના: બે દિવસમાં વેન્ટિલેટર નીકળી જવાનું હતું, તબિયત સુધાર પર હતી. દાખલો બેસે તેવી સજા થવી જોઈએ'

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
અગ્નિકાંડમાં ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવત ભડથું થઇ ગયા હતા (ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર). - Divya Bhaskar
અગ્નિકાંડમાં ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવત ભડથું થઇ ગયા હતા (ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર).
  • એક વર્ષ પહેલા રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભડથું થનાર 6 પૈકી એકનાં પુત્રનો આક્રોશ, કહ્યું: જવાબદારોને સજા થાય તો બીજા સમજે કે રૂપિયા માટે આવું ન કરાય

રાજકોટમાં એક વર્ષ પૂર્વે શહેરનાં આનંદ બંગલા ચોક ખાતે આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 6 દર્દીઓ ભડથું થયા હતા. આ દુર્ઘટનાનાં ઘેરા પડઘા પડ્યા હતા. આ મામલે અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર ગોંડલનાં રહીશ રસિકલાલ શાંતિલાલ અગ્રાવતના પુત્ર રશ્મિભાઇએ Divya Bhaskar સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મારા પપ્પાનું બે દિવસમાં વેન્ટિલેટર નીકળી જવાનું હતું, તેમની તબિયત સુધાર પર હતી. પણ ઘરે જ ન આવ્યા. જવાબદારોને દાખલો બેસે તેવી સજા થવી જોઈએ

ઘટનાસ્થળની ભયાનક તસવીર.
ઘટનાસ્થળની ભયાનક તસવીર.
આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.
આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.

આ મામલે કોઈને સજા થઈ નથી
ઉલ્લેખનીય છે કે છે આ મામલો મીડિયામાં ખૂબ જ ફેલાય જતા તંત્ર દ્વારા સીટની રચના કરી તપાસનું નાટક કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં બે મહિના પહેલા વિધાનસભા સત્રમાં હોસ્પિટલમાં આગ લાગવાનાં કારણનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પણ અગ્નિકાંડ માટે ધમણ વેન્ટિલેટર જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આજ સુધી આ મામલે કોઈને સજા થઈ નથી. ત્યારે રશ્મિભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, દોષિતોને સજા થાય તો બીજા ડોક્ટર પણ સમજે કે રૂપિયા માટે આવું ન કરાય, કોઈકનાં પરિવારનો માળો વિખાઈ જાય.

મૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર
પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

4 લાખની સહાયથી સ્વજનની ખોટ થોડી બુરાય
રશ્મિભાઇ અગ્રાવતનાં કહેવા મુજબ, અમને 4 લાખની સહાય મળી ગઈ છે. પણ તેનાથી સ્વજનની ખોટ થોડી બુરાય ? અમે ત્યારે પણ કહ્યું હતું કે, આ હોસ્પિટલની બેદરકારી છે, યોગ્ય વાયરિંગ નહીં હોવાને કારણે આ દુર્ઘટનાં બની હતી. મારા પિતા રસિકભાઈ તો એકદમ સ્વસ્થ થઈ ગયા હતા, અને બે દિવસ બાદ જ તેમને વેન્ટિલેટર પરથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા.

મૃતક રસિકલાલ અગ્રાવત પરિવાર સાથે - ફાઈલ તસવીર
મૃતક રસિકલાલ અગ્રાવત પરિવાર સાથે - ફાઈલ તસવીર

કડક સજા કરવી જોઈએ. તો જ દાખલો બેસાડી શકાય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ જ સમયે રાત્રે આ જીવલેણ દુર્ઘટના બનતા પરિવારે મોભી ગુમાવવાનો વારો આવ્યો છે. સરકારે આ માટે જે કોઈ જવાબદાર હોય તેને કડક સજા કરવી જોઈએ. તો જ દાખલો બેસાડી શકાય. અને અન્ય ડોક્ટરો પણ સમજે કે રૂપિયાની લાલચે આવી બેદરકારી ન રખાય. અમે તો કોર્ટમાં પણ આ અંગે રજૂઆત કરી છે. પરંતુ ન્યાય ક્યારે મળશે તે ખબર નથી.

પરિવારજનોએ આક્રંદ કર્યો હતો.
પરિવારજનોએ આક્રંદ કર્યો હતો.
ઉદય શિવાનંદ હોસ્પિટલની તસવીર.
ઉદય શિવાનંદ હોસ્પિટલની તસવીર.

મૃતક રસિકલાલ 8 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા
ઉલ્લેખનીય છે કે, 69 વર્ષીય રસિકલાલ શાંતિલાલ અગ્રાવત ગોંડલમાં રહીને નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટ ખસેડાયા હતા. અને કોરોનાની સારવાર તો સારી ચાલી રહી હતી. બે દિવસ બાદ તેમનું વેન્ટીલેટર પણ દૂર કરવામાં આવનાર હતું. પણ આ પહેલાં તેઓ આગમાં ભડથું થઈ ગયા હતા. ગોંડલ ઉદ્યોગ ભારતીમાં નોકરી કરતા રસિકલાલ છેલ્લા આઠ વર્ષથી નિવૃત્ત હોવાથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા. સાથે રામાનંદી સાધુ સમાજનાં પ્રમુખ તરીકે તેણે સમાજની સેવા પણ કરી હતી. હાલમાં તેમના પુત્ર રશ્મિનભાઈ અગ્રાવત વિશ્વ હિન્દુ પરિષદમાં ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે નાના પુત્ર મયુરભાઈ ગ્રાફિક ડિઝાઇન પ્રિન્ટિંગનો વ્યવસાય કરે છે.

અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર હેઠળ હતા
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કુલ 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાં 11 ICUમાં અને 22 જનરલ વોર્ડમાં હતા. 33માંથી 5નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બચી ગયેલા 28માંથી 23ને કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં અને બાકીના 6ને વિદ્યાનગર રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નીપજતા મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...