તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરા પાણીએ:રાજકોટમાં ફાયર બ્રિગેડની હોસ્પિટલો સામે લાલ આંખ, NOC ન ધરાવતી સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન સહિત 8 હોસ્પિટલોને સીલ કરાશે, નવા દર્દી દાખલ નહીં થાય

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 8 હોસ્પિટલમાં નવા દર્દી દાખલ કરાશે નહીં અને દાખલ દર્દી ડિસ્ચાર્જ થયા બાદ સીલ કરાશે

રાજકોટ શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવામાં આવ્યું નથી અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી શહેરની 8 હોસ્પિટલોને સીલ કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે. હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહીં. તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ થાય ત્યારે આવી હોસ્પિટલો સીલ કરી દેવામાં આવશે તેમ મનપા કમિશન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

શહેરની 8 હોસ્પિટલને સીલ કરવા મનપાએ નોટિસ ફટકારી
શહેરની 8 હોસ્પિટલને સીલ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ, ડેવ હોસ્પિટલ, દશા શ્રીમાળી હોસ્પિટલ, શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, નીદિત બેબીકેર હોસ્પિટલ, સન્માન મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, ડો. વિવેક જોષીની હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ તમામ હોસ્પિટલમાં નવા દર્દીને દાખલ કરવામાં આવશે નહીં અને દાખલ દર્દી ડિસ્ચાર્જ થાય પછી આ હોસ્પિટલને સીલ કરવામાં આવશે.

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા કોરોનાના 6 દર્દીના મોત થયા હતા. જેના પડઘા સુપ્રિમ કોર્ટ સુધી પડ્યા હતા. આગામી સમયમાં કોઈ હોસ્પિટલમાં આગ ન લાગે તે માટે રાજકોટ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ફાયર સેફ્ટીના સાધનો અપુરતા જણાય તો જવાબદારોને નોટિસ ફટકારવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો